શૌચક્રિયા કરતા સમયે આ ભૂલ ના કરો, નહીંતર ગંભીર બીમારી ઘર કરશે
Toilet mistakes : સીટ ઉપર અન્ય લોકોના વાયરલ અને બેક્ટેરિયા હોય છે
Advertisement
Toilet mistakes : રોજિંદા જીવનમાં કરવામાં આવતી અનેક શારીરિક ક્રિયાઓના કારણે અનેકવાર આપણે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકીએ છીએ. તેના કારણે આગળ જતા આપણને ભયાવહ બીમારીનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે પૂર આવેલા તે પહેલા પાળ બાંધી લીઈએ, તો આ સમસ્યાથી બચી શકીએ છીએ. તો આપણે શૌચાલમાં અમુક પ્રકારની ભૂલ કરતા હોઈએ છીએ. તેના કારણે અનેકવાર આપણ અમુક રોગના સંક્રમિતમાં આવી જઈએ છીએ. તો શૌચાલય જતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- તો ઘણીવાર લોકો Toilet સીટની સફાઈ કર્યા વગર બેસી જાય છે, જે એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે... આ Toilet સીટ ઉપર અન્ય લોકોના વાયરલ અને બેક્ટેરિયા હોય છે. તેથી શૌચક્રિયા કરતા પહેલા Toilet સીટ સાફ કરી લેવી જોઈએ. જે તમને અમુક રોગોથી દૂર રાખશે.
- Toilet માંથી બહાર નીકળ્યા પછી અચૂક હેન્ડ વોશથી હાથ બરાબર સાફ કરો. કારણ કે... આ એક નાનકડી ભૂલ મોટા રોગને આમંત્રિક કરી શકે છે. તો જાહેર શૌચાલયમાં જતી પહેલા ત્યાંની સાફ સફાઈને ધ્યાનમાં લેવી જોઈએ. ખાસ કરીને જે શૌચાલયમાં સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી હોય, તેનો ઉપયોગ કરવો જોઈએ.
- આજકાલ ઘણા લોકો Toilet માં બેસીને પણ ફોનનો ઉપયોગ કરે છે. પરંતુ આ આદતને ટાળવી જોઈએ અને જો તમે ટોઈલેટમાં બેસીને સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો ફોન ઉપર પણ આ બેક્ટેરિયા ફેલાય છે. જે બાદ આપણો ફોન જ્યારે હાથમાં અને ચહેરા ઉપર સ્પર્શ કરે છે. તેના કારણે શરીરના અન્ય ભાગોમાં પણ Toilet ના બેક્ટેરિયા અને વાયરલ ફેલાય છે.
- શૌચાલયમાં જતી વખતે થતી નાની-નાની ભૂલો રોગોનું કારણ બની શકે છે, જેમાં Toilet પેપરનો વધુ પડતો ઉપયોગ પણ સામેલ છે. પરંતુ આ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે... વધુ પડતો Toilet પેપરનો ઉપયોગ કરવાથી ત્વાચામાં બળતરા ઉત્પન્ન થાય છે.