Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Toll Policy: હાઈવે પર જેટલી મુસાફરી એટલો ટેક્સ,આ દિવસથી લાગુ થશે નિયમ

મોદી સરકાર નવા ટોલ નિયમને લઈ તૈયારી મુસાફરી મોટી રાહત મળવાની અપેક્ષા મુસાફરીના અંતર પ્રમાણે ટોલ ટેક્સ આ નવી પહેલથી થશે આ ફાયદો Toll Policy: જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર...
toll policy  હાઈવે પર જેટલી મુસાફરી એટલો ટેક્સ આ દિવસથી લાગુ થશે નિયમ
Advertisement
  • મોદી સરકાર નવા ટોલ નિયમને લઈ તૈયારી
  • મુસાફરી મોટી રાહત મળવાની અપેક્ષા
  • મુસાફરીના અંતર પ્રમાણે ટોલ ટેક્સ
  • આ નવી પહેલથી થશે આ ફાયદો

Toll Policy: જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં નવી ટોલ (new toll tax rules)નીતિ લાવવાની તૈયારી કરી રહી છે જેનાથી હાઈવે પર મુસાફરી કરનારાઓને મોટી રાહત મળવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી ટોલ નીતિ આગામી અઠવાડિયા કે 10 દિવસ સુધીમાં લાગુ થઈ શકે છે. તેનો હેતુ ટોલ વસૂલાતની હાલની વ્યવસ્થાને વધુ પારદર્શક, અનુકૂળ અને આર્થિક બનાવવાનો છે.

મુસાફરીના અંતર પ્રમાણે ટોલ ટેક્સ

નવી નીતિ હેઠળ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે ડ્રાઈવરોએ ફક્ત તેમણે મુસાફરી કરેલા અંતર માટે જ ટોલ ફી ચૂકવવી પડશે. જો કોઈ વાહન ફક્ત 10 કિલોમીટર માટે એક્સપ્રેસ વે અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે તો તેણે તે મુજબ ટોલ ચૂકવવો પડશે. તેનાથી મુસાફરોને રાહત મળશે જેમને ટૂંકા અંતરની મુસાફરી માટે પણ સંપૂર્ણ ટોલ સ્લેબ ચૂકવવાની ફરજ પડી હતી.

Advertisement

આ પણ  વાંચો -S.Jaishankar : આતંકવાદ સાથે રહેવુ શક્ય નહી, હુમલો થયો તો...પાકિસ્તાનને ચેતવણી

Advertisement

અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવશે

નવી સિસ્ટમમાં દરેક ટોલ બૂથ પર અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવશે જે વાહનોની નંબર પ્લેટ સ્કેન કરશે. આ સિવાય ફાસ્ટેગ દ્વારા વાહનચાલકોના બેંક ખાતામાંથી ટોલની રકમ આપમેળે કાપવામાં આવશે. આ ટેકનોલોજી ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને ફાસ્ટેગને જોડીને કામ કરશે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને જામથી છુટકારો મળશે જ પરંતુ ટોલ ચોરી અને છેતરપિંડી પણ અટકશે.

આ પણ  વાંચો -MUDA Scam: MUDA કૌભાંડ કેસમાં EDની કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત

આ નવી પહેલથી થશે આ ફાયદો

નવી ટોલ નીતિ વર્તમાન સિસ્ટમ કરતાં વધુ પારદર્શક અને ગ્રાહક મૈત્રીપૂર્ણ હશે. ટોલની રકમ વાહન માલિકના ખાતામાંથી સીધી કાપવામાંઆવશે. જેનાથી રોકડ વ્યવહારો અને વિવાદોનો અવકાશ દૂર થશે. આ સિવાય મુસાફરોને વારંવાર રોકાવાની જરૂર રહેશે નહીં.સરકારની આ નવી પહેલ માત્ર મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ ટ્રાફિક જામ, ઈંધણનો બગાડ અને સમય પણ બચાવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી ટોલ નીતિ લાગુ થયા બાદ દેશભરના હાઈવે પર મુસાફરી પહેલા કરતાં સસ્તી,ઝડપી અને વધુ અનુકૂળ બનશે.

Tags :
Advertisement

.

×