Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Board Exam Result: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસમાં લેવામાં આવેલ ધો. 12 ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે.
board exam result  કાલે ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ થશે જાહેર
Advertisement
  • આવતી કાલે ધોરણ 12 નું પરિણામ જાહેર થશે
  • વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ જાહેર થશે
  • રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે X  પર ટ્વીટ કરી માહિતી આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 નું વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા ફ્રેબ્રુઆરીમાં લેવામાં આવી હતી. જેનું પરિણામ આવતી કાલે જાહેર થનાર છે.

Advertisement

શિક્ષણ મંત્રી દ્વારા ટ્વીટ કર્યું

રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે X પર ટ્વીટ કરીને પરિણામ જાહેર થવાની જાણ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ તા. 5.5.2025 ના રોજ સવારે 10.30 કલાકે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવનાર છે.

Advertisement

બોર્ડની વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર મારફતે રિઝલ્ટ જાણી શકશે

તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ  http://gseb.org પર બેઠક ક્રમાંક દાખલ કરીને જોઈ શકશે.    તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ જાણી શકશે.

Tags :
Advertisement

.

×