ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નારોલમાં દંપતીના મોતનો મામલો : પોલીસે AMCના બે કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિત 5 આરોપીઓ સામે નોંધી ફરિયાદ

Ahmedabad : નારોલમાં વીજ કરંટનો કરૂણ કિસ્સો : દંપતીનું વરસાદી પાણીમાં મોત, AMC અને કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ
09:05 AM Sep 13, 2025 IST | Mujahid Tunvar
Ahmedabad : નારોલમાં વીજ કરંટનો કરૂણ કિસ્સો : દંપતીનું વરસાદી પાણીમાં મોત, AMC અને કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ

Ahmedabad : અમદાવાદના નારોલ વિસ્તારમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી રાજન સિંગલ (35) અને તેમની પત્ની અંકિતા સિંગલ (32)નું કરુણ મોત થયું હતું. આ ઘટના 8 સપ્ટેમ્બર, 2025ની રાત્રે મટનગલીમાં બની, જ્યાં રસ્તા પરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ વાયર ખુલ્લા હોવાના કારણે કરંટ ફેલાયો હતા. નારોલ પોલીસે આ બેદરકારીના આરોપમાં 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે અને તેમને પકડવા માટે તપાસ અને તૈયારીઓ શરૂ કરી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી રોડ પર કરંટ લાગવાથી દંપતીના કરૂણ મોતના મામલે મોટી બેદરકારી બહાર આવી છે. મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે, સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનુ યોગ્ય રિપેરિંગ ન થવાને કારણે પાણીમાં કરંટ ફેલાયો હતો, જેના કારણે રાજન સિંગલ અને તેની પત્ની અંકિતાનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો- PMનું મણિપુર જવું નહીં, વોટ ચોરી મુખ્ય મુદ્દો ; જૂનાગઢમાં Rahul Gandhi એ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું – ભરોસો તોડતા નહીં

વરસાદી પાણીમાં વીજ કરંટથી દંપતીનું મોત : CCTVમાં કેદ થઈ કરુણ ઘટના

મૃતક દંપતી નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હતા. 8 સપ્ટેમ્બરની રાત્રે રાજન અને અંકિતા સ્કૂટર પર મટનગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ વાયર પડેલા હતા, જેના કારણે તેમને કરંટ લાગ્યો. CCTV ફૂટેજમાં દેખાય છે કે દંપતી પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક કરંટ લાગતા તેઓ નીચે પડ્યા અને 8 સેકન્ડમાં જ તેમનું મોત થયું.

ઘટના પછી વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કર્યો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે. સ્થાનિકો અને પરિવારજનોએ AMC અને વીજ વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

બિમાર પિતાને ટિફિન આપીને પરત ફરતાં કરંટ લાગતા મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં રુદ્ર ગ્રીન રેસીડેન્સીમાં રહેતા હેતલબેન સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિ હરજીવનભાઈને ફેફસાના ઇન્ફેક્શનની બીમારી હોવાથી એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. ટિફિન આપીને પરત ફરતી વખતે બંને પતિ-પત્ની કરંટનો ભોગ બની ગયા હતા.

પોલીસે 5 આરોપીઓ સામે ફરિયાદ : AMC અને કોન્ટ્રાક્ટરો પર બેદરકારીનો આરોપ

નારોલ પોલીસે બેદરકારીના આરોપમાં 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આમાં બે ખાનગી કોન્ટ્રાક્ટર, AMCના બે સુપરવાઇઝર અને એક ટેક્નિશિયન સામેલ છે. ફરિયાદમાં જણાવાયું છે કે વરસાદી પાણીમાં વીજ વાયર પડેલા હોવા અને ખાડાઓ ન ભરવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ અને તૈયારીઓ શરૂ કરી છે. સ્થાનિકો કહે છે કે નારોલ અને આસપાસના વિસ્તારોમાં કરોડોના બજેટ છતાં રસ્તા અને વીજ વ્યવસ્થા ખરાબ છે, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે.

આ પણ વાંચો- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું : ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી, દક્ષિણ જિલ્લાઓમાં યલો એલર્ટ

Tags :
#AhmedabadElectricity#AMCNegligence#CoupleDeath#NarolAccident#RainWaterElectricityAhmedabad
Next Article