Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal :  ગજાપુરામાં ખાડામાં ડૂબી જતાં 4 બાળકોના કરુણ મોત 

અહેવાલ---નામદેવ પાટિલ, પંચમહાલ પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આવેલા ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોત થયા હોવાના દર્દનાક સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયા હોવાનું જાણવા...
panchmahal    ગજાપુરામાં ખાડામાં ડૂબી જતાં 4 બાળકોના કરુણ મોત 
Advertisement
અહેવાલ---નામદેવ પાટિલ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આવેલા ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોત થયા હોવાના દર્દનાક સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા બાદ ડૂબી ગયા હોવાનું જાણવા મળે છે. વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે.
ખાડામાં ડૂબી જવા થી 4 બાળકોના મોત
પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં તળાવ નજીક આવેલા ખાડામાં ડૂબી જવા થી 4 બાળકોના મોત થયા છે.
વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા હતા. એક સાથે ચાર બાળકોના મોત થતાં પરિવારમાં ભારે આક્રંદના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.  ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓ એ બહાર કાઢી છે. તમામ બાળકો અંદાજીત 10 થી 12 વર્ષની ઉંમર છે. આ બાળકો સાથે રહેલા અન્ય બાળકોએ ગામમાં જઇને આ ઘટનાની જાણ કરી હતી.
વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
બીજી તરફ આ ઘટના વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાની ચર્ચા છે. ત્યાં પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં ઊંડો ખાડો કરેલો હતો પણ  ખાડાની ફરતે બેરીકેટિંગ કે સુરક્ષાને લઈ કોઈ આડાસ કરાઇ ન હતી.  ખાડા ફરતે સુરક્ષા ન હોવાથી બાળકો ખાડામાં ગરકાવ થયા હોવાનું અનુમાન છે.

પોલીસની તપાસ શરુ
સમગ્ર મામલે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારજનોના ભારે આક્રંદ વચ્ચે બાળકો ના મૃતદેહો ને પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
મૃત્યુ પામેલા બાળકોના નામ
૧) સંજય વીરાભાઈ બારીયા,10 વર્ષ
૨) રાહુલ રમેશભાઈ બારીયા,11 વર્ષ
૩) પરસોત્તમ રાજુભાઇ બારીયા,9 વર્ષ
૪) અંકિત અરવિંદભાઈ બારીયા,11 વર્ષ
સાત જેટલા બાળકો સાયકલ લઇ રમતા રમતા ગામની નજીક આવેલા તળાવ પાસે પહોંચ્યા હતા
ગજાપુરા  ગામના પુજારા ફળિયામાં રહેતા એક જ કુટુંબના ચાર માસુમ બાળકોના તળાવ નજીક આવેલા ખાડામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં પરિવાર અને ગામમાં શોક ની કાલીમાં છવાઈ છે . એક જ ફળિયાના સાત જેટલા બાળકો સાયકલ લઇ રમતા રમતા ગામની નજીક આવેલા તળાવ પાસે પહોંચ્યા હતા.  દરમિયાન ત્યાં હાલ તળાવ નજીક પાણી પુરવઠા યોજના અંતર્ગત ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન નજીકમાં ખોદકામ કરવામાં આવેલા પાણી ભરેલા ખાડા પાસે બાળકો પહોંચ્યા હતા એ વેળાએ બાળકો અકસ્માતે પાણી ભરેલા ખાડામાં પડ્યા અથવા તો સ્નાન કરવાના પ્રયાસના ભાગરૂપે પાણીમાં ગયા હતા જેનું ચોક્કસ કારણ જાણી શકાય નથી પરંતુ આ ખાડામાં એક સાથે ચાર બાળકો પાણીમાં ડૂબ્યા હતા જે અંગે સ્થળ ઉપર ઉપસ્થિત ત્રણ બાળકોએ બૂમરાણ મચાવવા સાથે જ તેઓ પોતાના ફળિયામાં દોડી ગયા હતા અને ચાર પોતાના સાથીઓ તળાવ નજીક ખાડામાં ડૂબ્યા અંગેની જાણ કરી હતી. જેથી ડૂબી ગયેલા બાળકોના સ્વજનોનો સહિત તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ એ તાત્કાલિક ભારે જહમત બાદ ખાડામાં ડૂબી ગયેલા ચારેય માસુમ બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ સ્થાનિકો અહીં આવી બાળકોને ખાડામાંથી બહાર કાઢે એ પૂર્વે જ તેઓનું પ્રાણ-પંખેરૂ ઉડી ગયા હતા .
કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નિવાસસ્થાન નજીકના ગામમાં જ ઘટના બની
સમગ્ર બનાવની જાણ થતા જ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નિવાસસ્થાન નજીકના ગામમાં જ ઘટના બની હોવાથી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 સહિતને જાણ કરી સ્થળ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી પરંતુ પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા ચારેય માસૂમ બાળકોના મૃત્યુ હોવાનું જાણ થતાં જ પરિવારોના હૈયાફાટ રૂદન ને  લઈ સમગ્ર વાતાવરણમાં આક્રદ છવાઈ ગયો હતો.
એક બાળકના પિતા હાલ આફ્રિકામાં છે
ગજાપુરા ગામના પુજારા ફળિયામાં રહેતા એક જ કુટુંબના ચાર માસુમ બાળકોના ડૂબી જવાથી અકાળે મોત ને ભેટ્યા છે જે પૈકી બે બાળકો તેઓના પરિવારના એક જ સંતાન હોવાથી તેઓના પરિવારનો કુળ દીપક ઓલવાઈ ગયો છે. બનાવની જાણ શાળામાં ભણતા સાથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને ભારે વલોપાત કરતાં જોવાયા હતા .ઉલ્લેખનીય છે કે એક જ સંતાનના પિતા જેનો એક જ લાડકવાયો  પુત્ર હાલ ડૂબી જવાથી મૃત્યુ પામ્યો  છે તેઓ સેન્ટીંગ કામ અર્થે આફ્રિકા હાલ ગયેલા છે.
ગજાપુરા ગામ હિબકે ચડ્યું
ગજાપુરા ગામે પાણી પુરવઠા યોજના ની સંપ અને ટાંકીની ચાલી રહેલી કામગીરી નજીક ના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં તળાવની સાઈડમાં એક ખાડો ખોદવામાં આવ્યો છે આ ઉપરાંત તળાવની પાળમાંથી પણ માટી લઈ આજુબાજુના ભાગે પુરાણ કરવામાં આવેલું જોવા મળી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા હાલ કામગીરી કાર્યરત હોવા છતાં કોઈપણ પ્રકારનું સૂચક બોર્ડ બેરીકેટીંગ કે આડશ ઊભી કરવામાં નહીં આવી હોવાનું જોવા મળી રહી છે ત્યારે અહીં જવાબદાર કોન્ટ્રાક્ટર ની પણ પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી હોવાના આક્ષેપો ની ચર્ચાઓ પણ ઉપસ્થિતિઓ માં થતી જોવા મળી હતી. જોકે આ સમગ્ર ઘટના અકસ્માતે બની છે પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી સમજો કે કુદરતી પરંતુ ચાર  માતા  પિતાએ હાલ  તેઓના લાડકવાયા સંતાન  ગુમાવતાં આખું પુજારા ફળિયું અને  ગજાપુરા ગામ હિબકે ચડ્યું છે .
Advertisement
Tags :
Advertisement

.

×