Patan : સાંતલપુર પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં 4ના મોત એક જ પરિવારના 4 લોકોના મોતથી માતમ દંપતી અને 2 બાળકોનું ઘટના સ્થળે મોત થયું અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા જંગલી પશુ આડે આવતા કાર ખાડામાં ખાબકી ફાંગલીનો પરિવાર લગ્ન પ્રસંગમાં જતો હતો...
Advertisement
પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં 4ના મોત
એક જ પરિવારના 4 લોકોના મોતથી માતમ
દંપતી અને 2 બાળકોનું ઘટના સ્થળે મોત થયું
અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
જંગલી પશુ આડે આવતા કાર ખાડામાં ખાબકી
ફાંગલીનો પરિવાર લગ્ન પ્રસંગમાં જતો હતો
પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલથી ચારણકા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત થયા છે. રસ્તામાં જંગલી જાનવર આવી જતાં સ્વીફ્ટ કારના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો જેમાં કારમાં બેઠેલા 7 લોકો પૈકી દંપતી અને 2 બાળકોના મોત થયા છે.
જંગલી પશુ આડે આવતાં ગાડીના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
અરેરાટી ફેલાવનારા આ અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. ફાંગલીનો જોશી પરિવાર સ્વીફ્ટ કારમાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં જંગલી પશુ આડે આવતાં ગાડીના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
4 લોકોના ડુબી જવાથી મોત
વહેલી સવારે ડ્રાઇવરે કાબુ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પલટી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં ગાડીમાં સવાર સાત લોકો પૈકી 4 લોકોના ડુબી જવાથી મોત થયા હતા. ફાંગલીનો જોશી પરિવાર લગ્ન પ્રસંગ માટે કચ્છ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં દંપતી અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ પણ વાંચો----રાજીનામા બાદ ભૂપત ભાયાણીએ શું કહ્યું … વાંચો અહેવાલ


