ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવસારીના મુનસાડ ગામે લિવ-ઇનમાં રહેતા પ્રેમી-પ્રેમીકાનો કરૂણ અંજામ; હત્યા-આત્મહત્યા

પ્રેમીએ પહેલા મહિલાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી પછી ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
06:28 PM Aug 27, 2025 IST | Mujahid Tunvar
પ્રેમીએ પહેલા મહિલાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી પછી ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

નવસારી : નવસારીના મુનસાડ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા ઝીંકી નિર્મમ હત્યા કર્યા બાદ ખેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. નવસારી ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી પ્રેમીનો મૃતદેહ ગામના ખેતરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.

ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપનો ભયાનક અંત

મુનસાડ ગામે રહેતા આ દંપતી છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમીની આગલી પત્નીને લઈને બંને વચ્ચે નિયમિત તકરાર ચાલતી હતી, જે આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ લીધું કે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર ચપ્પુ વડે અનેક ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપીએ ગામના ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો-Sabarkantha : હિંમતનગર સહિત ઠેર-ઠેર Ganesh Chaturthi ની ઉજવણી, શોભાયાત્રા નીકળી

નવસારી ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાનો મૃતદેહ અને પ્રેમીની આત્મહત્યા કરેલી લાશને કબજે કરી છે. મહિલાના શરીર પર ચપ્પુના અનેક ઘા જોવા મળ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીનો મૃતદેહ ખેતરમાં ઝાડ સાથે લટકતી હાલતમાં રીકવર કર્યો છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વૈચારિક મતભેદોના કારણે બે જીવ ગયા

નવસારી ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું, “આ ઘટના લિવ-ઇન રિલેશનશિપમાં ચાલતા વૈચારિક મતભેદો અને આરોપીની આગલી પત્નીને લઈને થયેલા વિવાદનું પરિણામ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. આરોપીએ પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. અમે ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છીએ અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”

પોલીસે ઘટનાસ્થળ પરથી ચપ્પુ અને અન્ય પુરાવાઓ કબજે કર્યા છે, અને આસપાસના લોકોના નિવેદનો લઈને આ ઘટનાની વધુ વિગતો એકત્રિત કરવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત, આરોપીની આગલી પત્ની અને પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી વિવાદનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે.

આ પણ વાંચો- ગીર સોમનાથમાં રોયલ રાજાનો વધુ એક વીડિયો વાયરલ : પૂજા પ્રજાપતિ સામે FIR બાદ હવે દિનેશ સોલંકી પર ફરિયાદની શક્યતા

Tags :
#ChoppuAttack#MunsadVillageLiveinRelationshipMurderNavsariNavsaripolicesuicide
Next Article