Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Blast In Train : Indian Railway ને લાગ્યું ગ્રહણ, રોહતકથી દિલ્હી જતી ટ્રેનમાં વિસ્ફોટ...

પેસેન્જર ટ્રેન (Train) રોહતક રેલવે સ્ટેશનથી લગભગ 4.20 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન સાંપલા સ્ટેશનથી થોડી આગળ વધી...
blast in train   indian railway ને લાગ્યું ગ્રહણ  રોહતકથી દિલ્હી જતી ટ્રેનમાં વિસ્ફોટ
Advertisement
  1. રોહતકથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ
  2. વિસ્ફોટના કારણે એક બોગીમાં આગ લાગી
  3. અનેક મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા

રોહતકથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન (Train)માં શંકાસ્પદ સંજોગોમાં વિસ્ફોટ (Blast) થયો હતો. વિસ્ફોટ (Blast)ના કારણે એક બોગીમાં આગ લાગી હતી, જેના કારણે ચાર મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે અને પોલીસની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ સલ્ફર-પોટાશ લઈ જતું હતું અને તેના કારણે જ વિસ્ફોટ (Blast) થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને આ અંગે પૂછપરછ કરી. આ ઉપરાંત FSL ની ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પરથી જરૂરી હકીકતો એકત્ર કરી હતી.

સાંપલા પાસે વિસ્ફોટ...

રેલવે પોલીસે આ અંગે બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ જાણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પેસેન્જર ટ્રેન (Train) રોહતક રેલવે સ્ટેશનથી લગભગ 4.20 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન (Train) સાંપલા સ્ટેશનથી થોડી આગળ વધી ત્યારે અચાનક એક બોગીમાં વિસ્ફોટ (Blast) થયો. વિસ્ફોટ (Blast)ના કારણે ચાર મુસાફરો દાઝી ગયા હતા અને ટ્રેન (Train)માં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને ડ્રાઈવરે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. ટ્રેન (Train)માં વિસ્ફોટ (Blast)ની માહિતી મળતા જ સાંપલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન રોહતકથી આરપીએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુસાફરોની પૂછપરછ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Hyderabad માં કલમ 144 લાગુ, એક મહિના માટે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ, જાણો શું છે કારણ?

વિસ્ફોટનું કારણ શું હતું?

જણાવવામાં આવી રહ્યું છે કે, એક મુસાફર પોલીથીનમાં સલ્ફર પોટાશનો મોટો જથ્થો લઈને જઈ રહ્યો હતો અને સલ્ફર પોટાશ જ વિસ્ફોટ (Blast In Train) થયો. વિસ્ફોટ (Blast)ના કારણે ટ્રેન (Train)ની બોગીમાં આગ લાગી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બોગીની અંદર ધુમાડો છે અને સીટો સળગી રહી છે. હાલ આ મામલે દિલ્હીથી બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ જાણ કરવામાં આવી છે. વિસ્ફોટ (Blast In Train)ના કારણે ટ્રેન લાંબા સમય સુધી ઉભી રહી હતી. બાદમાં પોલીસે ટ્રેન (Train)ને દિલ્હી રવાના કરી હતી. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Ayodhya માં દીપોત્સવને લઈને મોટો નિર્ણય, આ 17 રસ્તાઓ રહેશે બંધ...

Tags :
Advertisement

.

×