ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રેનિંગ એરક્રાફ્ટ વધુ એકવાર થયું ક્રેશ, ચાર દિવસમાં આ બીજીવાર બની દુર્ઘટના

મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે આ અકસ્માત થયો હતો. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો. ટ્રેનિંગ સેશન...
11:20 AM Oct 22, 2023 IST | Hardik Shah
મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે આ અકસ્માત થયો હતો. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો. ટ્રેનિંગ સેશન...

મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે આ અકસ્માત થયો હતો. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો. ટ્રેનિંગ સેશન દરમિયાન થયેલા અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં બે ટ્રેઇની પાયલોટ થયા ઈજાગ્રસ્ત

ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું જેમા બે ટ્રેઈની પાયલોટ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માત આજે રવિવારે સવારે 7 વાગે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે ટ્રેઇની પાયલોટ જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જાણકારી મળી રહી છે કે ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ક્રેશ થયું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ખાનગી કંપનીનું ટ્રેઇની એરક્રાફ્ટ હતું. આ ઘટના પર DGCAએ કહ્યું કે રેડ બર્ડ એકેડમી ટેકનામનું વિમાન VT-RBT બારામતી એરફિલ્ડ પાસે ક્રેશ લેન્ડ થયું છે. વિમાન ઉડાવનાર તાલીમાર્થી અને ટ્રેનર બંને સુરક્ષિત છે અને વધુ તપાસ ચાલી રહી છે.

એકવાર ફરી ટ્રેનિંગ એરક્રાફ્ટ થયું ક્રેશ

આ પહેલા ગુરુવારે પણ રેડ બર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડમીનું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં પાયલોટ ઘાયલ થયો હતો. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક ગામ પાસે ગુરુવારે સાંજે એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં પાયલોટ ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે વિમાનમાં માત્ર પાયલોટ જ સવાર હતો. પોલીસે અગાઉ કહ્યું હતું કે પાયલોટ સિવાય પ્લેનમાં એક વધુ વ્યક્તિ સવાર હતો અને તેને અકસ્માત બાદ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેમણે કહ્યું કે તેઓએ જે માહિતી એકઠી કરી છે તે દર્શાવે છે કે વિમાનમાં પાયલોટ સિવાય અન્ય કોઈ નહોતું. પોલીસે જણાવ્યું હતું કે, પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી તાલુકામાં જે વિમાન ક્રેશ થયું હતું તે ખાનગી ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમીનું હતું.

આ પણ વાંચો - 100 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ અને CBI ની એન્ટ્રી, વાંચો, આખો અહેવાલ

આ પણ વાંચો - જાણો શા માટે ઇઝરાયેલ પોલીસની વર્દી બનાવતી કેરળની આ કંપનીએ વર્દી સપ્લાય કરવાનો કર્યો ઇન્કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
MaharashtraPlane CrashPunePune training aircraft crashTraining aircraft crash
Next Article