Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ટાપુ ઉપર કોઈપણ વ્યક્તિને માત્ર રૂ. 90 માં મળશે આલીશાન ઘર

Italy Sardinia Island : પ્રવાસીઓને હંગામી મકાનો મફતમાં આપવામાં આવશે
આ ટાપુ ઉપર કોઈપણ વ્યક્તિને માત્ર રૂ  90 માં મળશે આલીશાન ઘર
Advertisement
  • Sardinia Island ઉપર માત્ર 1150 રહેવાસીઓ છે
  • પ્રવાસીઓને હંગામી મકાનો મફતમાં આપવામાં આવશે
  • આર્થિક સ્થિતિને કારણે લોકો ટાપુ છોડીને ચાલ્યા ગયા છે

Italy Sardinia Island : તાજેતરમાં America માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો હતો. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી અનેક લોકો નિરાશ થયા છે. તો આવા લોકો America છોડીને ઈટાલિયન આઈલેન્ડ તરફ વળી રહ્યા છે. કારણ કે... તેઓ માને છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં તેમનું જીવન અસુરક્ષિત છે. ત્યારે આવા લોકો Italy ના Sardinia Island પર વસાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

પ્રવાસીઓને હંગામી મકાનો મફતમાં આપવામાં આવશે

Italy ના Sardinia Island માં આર્થિક વિકાસ અને વસ્તી ઓછી હોવાથી America ઉપરાંત અન્ય દેશના નાગરિકોને ઓછી કિંમતમાં મકાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને આકર્ષવા માટે અહીં માત્ર એક યુરો (89.31 રૂપિયા) માં મકાનો વેચવાની ઓફર કરવામાં આવી રહી છે. Italy ના Sardinia Island માં પ્રવાસીઓ અને ઘર ખરીદવા આવેલા નાગરિકો માટે 3 ઓફર તૈયાર કરવામાં આવી છે. તેના અંતર્ગત પ્રવાસીઓને હંગામી મકાનો મફતમાં આપવામાં આવશે. તો જર્જરિત હાલતમાં ઘર એક યુરોમાં આપવામાં આવી રહ્યું છે. આ સિવાય તમે 1,00,000 યુરો સુધીની કિંમતે વિલા સમાન ઘર આપવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Pakistan માં ભીખારી પરિવારે આપી 20 હજાર લોકોને કરોડાની દાવત, જુઓ Video

આર્થિક સ્થિતિને કારણે લોકો ટાપુ છોડીને ચાલ્યા ગયા છે

America ના પ્રવાસીઓ માટે એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ સાઇટમાંથી America છોડવા માંગતા લોકોને સસ્તા ઘરો ઓફર કરવામાં આવી રહ્યા છે. સાર્દિનિયન સત્તાવાળાઓને આશા છે કે લોકો ટૂંક સમયમાં આ મિલકતો ખરીદશે. આ પહેલ આશા રાખે છે કે America ના લોકો ટાપુને પુનઃજીવિત કરવામાં મદદ કરશે. America ના લોકો સિવાય અન્ય દેશોના લોકોનું પણ અહીં સ્વાગત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે Sardinia Island પર માત્ર 1150 રહેવાસીઓ છે. આર્થિક સ્થિતિને કારણે લોકો ટાપુ છોડીને ચાલ્યા ગયા છે.

આ પણ વાંચો: ધાર્મિક પુસ્તકોમાં Doomsday Fish ગણાતી માછલી અમેરિકામાં જોવા મળી

Tags :
Advertisement

.

×