Rajkot: ઉપલેટા ટોલ પ્લાઝા પર ટ્રાવેલ્સ માલિકની દાદાગીરી, ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની કરી માંગ
- ઉપલેટા ટોલ પ્લાઝા પર ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી
- વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડીયાની દાદાગીરી
- કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ બોલાચાલી કરી
રાજકોટના ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી કરવામાં આવી છે. વિનાયક ટ્રાવેલ્સનાં માલિક પ્રફુલ ચંદ્રવાડીયા ટોલ પ્લાઝા પર પોતાની કાળી સ્કોર્પિયો પણ ટોલનાકુ તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સનાં માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી પણ કરી હતી.
ટ્રાવેલ્સનો ડ્રાઈવર ટોલ ટેક્સ પે કર્યા વગર નીકળી ગયો
ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. વિનાયક ટ્રાવેલ્સનાં માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન તેમજ પત્રકારોને પણ ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો થયા હતા. પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી. પરંતું પોલીસ ટ્રાવેલ્સ માલિક સામે મુકપ્રેક્ષક બની હતી. વિનાયક ટ્રાવેલ્સનાં ડ્રાઈવરો દ્વારા ટોલટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે. આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.
ટોલ પ્લાઝા કર્મચારીઓની કાર્યવાહીની માંગ
ટોલ પ્લાઝા સંચાલકે જણાવ્યું હતું કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતું તેને નુકસાન પહોંચાડવું તે ગુનો છે. ફુલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવ જોખમમાં મૂકાયા હતા. આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
-ઉપલેટા ટોલ પ્લાઝા પર ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી
-વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ ચંદ્રવાડીયાની દાદાગીરી
-સ્કોર્પિયોથી ટોલનાકુ તોડતા હોય તેવો દ્રશ્યો CCTVમાં કેદ
-કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ બોલાચાલી કરી#Gujarat #rajkot #Upleta #tolltex #CCTV #Gujaratfirst pic.twitter.com/v0oLCZLL5P— Gujarat First (@GujaratFirst) May 2, 2025
આ પણ વાંચોઃ Kutch: આરોગ્ય વિભાગ સતર્ક, સરકારી હોસ્પિટલમાં તૈયાર કરાયા સ્પેશ્યલ વોર્ડ
વીડિયો ઉતારી આક્ષેપ કર્યા
આ બાબતે ઉપલેટા ટોલ પ્લાઝા સંચાલક મયુર સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રફુલ્લ ચંદ્રવાડીયા જે વિનાયક ટ્રાવેલ્સનો માલિક છે. જેનું પેપર પર નામ છે કે નહી તે ખબર નથી. એ વિનાયક ટ્રાવેલ્સના માલિકની ઓળખાણ આપી આવી કહેલ કે ટોલ પ્લાઝાવાળો ખોટું કરે છે. તેમ કહી વીડિયો ઉતારી અમારી પર આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ Surat: ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરાયું, સમસ્યાનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષ