Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: માંડવી કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિની જીભ લપસી, જુઓ વીડિયો

સુરતનાં માંડવી ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ભાંગરો વાટ્યો છે. કુંવરજી હળપતિની જીભ લપસી જતા ભાજપને આદિવાસી વિરોધી ગણાવ્યું હતું.
surat  માંડવી કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિની જીભ લપસી  જુઓ વીડિયો
Advertisement
  • સુરતમાં આદિજાતી મંત્રી કુંવરજી હળપતિએ વાટ્યો ભાંગરો
  • કુંવરજી હળપતિએ ભૂલથી ભાજપને આદિવાસી વિરોધી ગણાવ્યું
  • આદિવાસીના હિતમાં BJP એકપણ નિર્ણય નથી લેવાની

સુરતનાં માંડવી ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ભાંગરો વાટ્યો છે. કુંવરજી હળપતિએ ભૂલથી ભાજપને આદિવાસી વિરોધી ગણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આદિવાસીના હિતમાં BJP એકપણ નિર્ણય લેવાની નથી.

તાજેતરમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ( Kunwarji Halpati) એ આપના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) તેમજ અનંદ પટેલ (MLA Anant Patel) પર નિવેદન આપ્યું હતું. જે બાદ આજે ફરી તેઓ ચૈતર વસાવા (Chaitar Vasava) પર ફરી વરસ્યા હતા. તેમજ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને અનંત પટેલ (MLA Anant Patel) ની ઝાટકણી કાઢી હતી. કુંવરજી હળપતિએ કહ્યું કે વિધાનસભા ગૃહમાં ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓ માટે કશું જ નથી બોલતા. ફ્રી સીફ કાર્ડ બદલી નાંખ્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા તે તદ્દન ખોટા છે. આજે પણ ફ્રી સીફ કાર્ડ ચાલુ જ છે. માંડવી ખાતે યોજાયેલ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિ ( Kunwarji Halpati) એ વિપક્ષ નેતાઓ પર વરસ્યા હતા.

Advertisement

Advertisement

ધારાસભ્ય અનંત પટેલે શું કહ્યું હતું

મંત્રી કુંવરજી હળપતિનાં આક્ષેપ સામે ધારાસભ્ય અનંત પટેલે (MLA Anant Patel) પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે કુંવરજી હળપતિની ડાગરી છટકી છે. વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજનાં પ્રશ્નોને વાચા આપવાનું હતું ત્યારે કંઈ બોલતા નથી. અમે કોઈની પાસેથી કોઈ ટકાવારી લીધી નથી. તમે વાંસદા ટ્રાઈબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો. તમે અને તમારા પીએએ યાદ કરવાની જરૂર છે. અમે આદિવાસી સમાજનાં પ્રશ્નોને વાંચા આપીએ છીએ. પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ લઈને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. તમે સાબિત કરી શકતા હોય તો અમારા પર તપાસ કરી શકો છો. તમારે તમારા કપડા તપાસવાની ખૂબ જરૂર છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપ પ્રવક્તાની તીખી પ્રતિક્રિયા, કહ્યું- ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે

ચૈતર વસાવાએ શું આક્ષેપ કર્યા

રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister) દ્વારા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA) પર આકરા પ્રહાર કર્યા હતા. જેને લઈ હવે ચૈતર વસાવા (Chaitar Vasava MLA) મેદાને છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ રાજ્યકક્ષાનાં મત્રી સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ એમની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરે. અને જો પુરાવા નહી આપે તો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ વધુમાં કહ્યું હતું કે, ગૃહમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો ઉઠાવ્યો તે એમને ગમ્યુ નથી. કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)ની વીર એન્ટરપ્રાઈઝમાં મોટું કૌભાંડ છે. તપાસ થાય તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ સામે આવે. મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)એ ચૈતર વસાવા (Chaitar Vasava MLA)ને ચીટર કહ્યા હતા.

આ પણ વાંચોઃ Gondal : શું તમે ક્યારે રૂ. 1000, 450 અને 175 નાં સિક્કા જોયા છે ? તો જોઈ લો આ અદ્ભુત કલેક્શન !

Tags :
Advertisement

.

×