Ahmedabad :બગોદરા-ધોળકા હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોને ગંભીર ઈજા પહોંચી
- બગોદરા-ધોલકા હાઈવે રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત
- ગાંગડ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે લોકો ઘાયલ
- એસ ટી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
બગોદરા-ધોળખા રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાંગડ ગામ નજીક સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાઓ થવા પામી હતી. જેઓને ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો
બગોદરા-ધોળકા રોડ ઉપર સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. દાહોદ ઝાલોદથી ગોંડલ જતી બસનો અકસ્માત થયો હતો. જ્યારે ડમ્પર ચાલક રોંગ સાઈડમાં આવી જતા બગોદરા તરફથી આવી રહેલ બસ ધડાકાભેર અથડાતા બસ બાજુના ખેતરમાં ખાબકી હતી. બસમાં બેઠેલ 45 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઈકો ગાડી બસ પાછળ ધડાકાભેર ટકરાઈ
બસની પાછળ આવી રહેલ ઈકો ગાડી બસ પાછળ અથડાતા બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને 108 ને કરતા ઈમરજન્સી 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. બગોદરા 108 દ્વારા ઈજાગ્રસ્તોને ધોળકા પાશ્વનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Gram Panchayat Elections Gir Somnath: વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો
ટ્રેક્ટર અને ઈક્કો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
જ્યારે બીજો અકસ્માત સરસ્વતી તાલુકાના વડુ ગામ નજીક સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈક્કો કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવી ટ્રેક્ટર બહાર આવતા પાટણ તરફથી આવતી ઈક્કો ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ઈક્કોની ટક્કરથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઈક્કોમાં સવાર પાંચ લોકોને ઈજાઓ થતા ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ VADODARA : શ્રેયસ સ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો, માતાએ કહ્યું, 'આ શિક્ષક નહીં ગુંડા છે'