Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3 લોકોના મોત થયા

Gujarat: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad-Vadodara Express Highway) પર હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ (Police) સ્ટેશન હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોરવ્હીલર ગાડી સાથે નાનો એક્સિડેન્ટ થયો હતો. જેમાં તેઓ રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન પાછળથી રાજસ્થાન પાસીંગની ટ્રક ટ્રાવેલ્સને પાછળ થી ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયેલ છે
gujarat  અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત  3 લોકોના મોત થયા
Advertisement
  • Gujarat: તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા
  • અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા
  • ટ્રાવેલ્સની અંદર બેઠેલા સાતથી આઠ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઇ

Gujarat: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad-Vadodara Express Highway) પર હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ (Police) સ્ટેશન હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોરવ્હીલર ગાડી સાથે નાનો એક્સિડેન્ટ થયો હતો. જેમાં તેઓ રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન પાછળથી રાજસ્થાન પાસીંગની ટ્રક ટ્રાવેલ્સને પાછળ થી ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયેલ છે અને ટ્રાવેલ્સની અંદર બેઠેલા સાતથી આઠ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઇ છે.

તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. જેમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે તથા ટ્રાફિક ક્લિયર કરાવેલ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad-Vadodara Express Highway) પર હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ સ્ટેશનની હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેથી બંનેના ડ્રાઇવર હાઇવે પર ઉભા હતા. તથા આ દરમિયાન પાછળથી રાજસ્થાન પાસીંગની ટ્રકે ટ્રાવેલ્સને ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયા છે અને ટ્રાવેલ્સની અંદર બેઠેલા સાતથી આઠ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે.

Advertisement
Advertisement

Surat Accident gujarat first

Advertisement

Gujarat: હાલ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે

તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. હાલ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતાં રહ્યાં છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા.

અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital) માં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા

અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital) માં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ત્રણેય મહિલા દર્દી છે. ત્રણમાંથી 2 મહિલાને ફેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઇજા છે. ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર માટે હોસ્પિટલમાં છે.

આ પણ વાંચો: Chhath Puja 2025: ગુજરાત સહિત દેશભરમાં આજે છઠ પૂજાની ઉજવણી, CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રહેશે હાજર

Tags :
Advertisement

.

×