Morbi:લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માત, રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત
Morbi: મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લીલાપર રોડ પર બોરીયા પાટી નજીક કાર , બાઇક અને રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજા પહોચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.
Advertisement
- મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના
- લીલાપર રોડ પર બોરિયા પાટીયા નજીક અકસ્માત
- કાર, બાઇક અને રિક્ષાનો અકસ્માત થયો
- અકસ્માતમાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત
- બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયો
- રિક્ષા ચાલકને પણ ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Morbi: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગૂમાવતા હોય છે. ત્યારે મોરબીમાં પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોરબીના લીલાપર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર , બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ અકસ્માતમાં કાર , બાઇક અને રિક્ષાને પણ ભારે નુકસાન પહોચ્યું છે.

