Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જયપુરમાં તૃપ્તિ ડિમરીનો થયો વિરોધ, ઈવેન્ટના નામે 5.5 લાખ લઈને ફરાર!

Tripti Dimri સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી સ્ટેજ પર જઈને Tripti Dimri ના પોસ્ટર પર કાળો રંગ કર્યો તેઓએ તેમના સમયનું સંચાલન કરવાનું શીખવું જોઈએ Tripti Dimri Jaipur Event : બોલિવૂડ અભિનેત્રી Tripti Dimri પર એગ કથિત આરોપ લગાવવામાં...
જયપુરમાં તૃપ્તિ ડિમરીનો થયો વિરોધ  ઈવેન્ટના નામે 5 5 લાખ લઈને ફરાર
  • Tripti Dimri સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી
  • સ્ટેજ પર જઈને Tripti Dimri ના પોસ્ટર પર કાળો રંગ કર્યો
  • તેઓએ તેમના સમયનું સંચાલન કરવાનું શીખવું જોઈએ

Tripti Dimri Jaipur Event : બોલિવૂડ અભિનેત્રી Tripti Dimri પર એગ કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે આ આરોપ અભિનેત્રી Tripti Dimri ની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો સાથે સંબંધિત છે. કારણ કે... અભિનેત્રી હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં Tripti Dimri સાથે રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે.

Advertisement

Tripti Dimri  સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી

જોકે ફિલ્મની રીલિઝ થાય તે પહેલા જ Tripti Dimri મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. અભિનેત્રી Tripti Dimri પર 5.5 લાખ રૂપિયા લેવા છતાં જયપુરમાં એક કાર્યક્રમમાં હાજરી ન આપવાનો આરોપ છે. અભિનેત્રી Tripti Dimri પોતાની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'ના પ્રમોશન માટે જયપુરમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાની હતી. પરંતુ અભિનેત્રીએ ઈવેન્ટમાં હાજરી આપી ન હતી. ત્યારે આયોજકો કાર્યક્રમમાં હાજરી ન આપવા બદલ અભિનેત્રી Tripti Dimri પર ગુસ્સે થયા અને Tripti Dimri સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી.

આ પણ વાંચો: 61 વર્ષની મહિલાએ પોતાની ફિટનેસથી બ્રિટેનથી ભારતને કર્યું ગાંડું, જુઓ... 

Advertisement

સ્ટેજ પર જઈને Tripti Dimri ના પોસ્ટર પર કાળો રંગ કર્યો

આ સિવાય ઈવેન્ટ આયોજકોએ લોકોને Tripti Dimri ની ફિલ્મોનો બહિષ્કાર કરવાનું પણ કહ્યું છે. Tripti Dimri એ ફિક્કી ફ્લો જયપુર ચેપ્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બપોરે 1.30 વાગ્યા સુધીમાં પહોંચવાનું હતું. જોકે તેના માટે લાંબી રાહ જોવાઈ હતી, જ્યારે Tripti Dimri અને તેની ટીમ ઇવેન્ટમાં પહોંચી ન હતી, ત્યારે આયોજકોએ સ્ટેજ પર ચઢીને વિરોધ કર્યો હતો. ફિક્કી ફ્લો જયપુર ચેપ્ટરના ભૂતપૂર્વ ચેરપર્સન અલકા બત્રાએ સ્ટેજ પર જઈને Tripti Dimri ના પોસ્ટર પર કાળો રંગ કર્યો હતો. જેમણે કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હતો.

Advertisement

તેઓએ તેમના સમયનું સંચાલન કરવાનું શીખવું જોઈએ

ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સનું કહેવું છે કે તેમની ફિલ્મો કોઈ જોશે નહીં. પૈસા લીધા પછી પણ તે આવી ન હતી. તેઓએ તેમના સમયનું સંચાલન કરવાનું શીખવું જોઈએ. તે કેટલી મોટી સેલિબ્રિટી છે, તેનું નામ પણ કોઈ જાણતું નથી. તે સેલિબ્રિટી કહેવાને લાયક નથી. આ સિવાય તેનું કહેવું છે કે તે Tripti Dimri સામે કેસ કરશે. જયપુરમાં તેમની ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ. તેઓએ અમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. તેણે ઇવેન્ટમાં આવવા માટે 5.5 લાખ રૂપિયા પણ લીધા છે.

આ પણ વાંચો: Natasa Stankovic એ છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે મસ્તી કરતી જોવા મળી

Tags :
Advertisement

.