ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રમ્પના H-1B વિઝાના નિર્ણયથી અફરાતફી, ભારતથી USની ફલાઇટના ભાડા આસમાને

માઇક્રોસોફટ સહિતની વિદેશી કંપનીઓએ 24 કલાકમાં H-1B વિઝા ધરાવતા ભારતીયોને પરત ફરવાના નિર્દેશ આપતા એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે
05:41 PM Sep 20, 2025 IST | Mustak Malek
માઇક્રોસોફટ સહિતની વિદેશી કંપનીઓએ 24 કલાકમાં H-1B વિઝા ધરાવતા ભારતીયોને પરત ફરવાના નિર્દેશ આપતા એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે
H-1B......

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1Bવિઝાની ફી માં ધરખમ વધારો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માઇક્રોસોફટ સહિતની વિદેશી કંપનીઓએ 24 કલાકમાં H-1B વિઝા ધરાવતા ભારતીયોને  પરત ફરવાના નિર્દેશ આપ્યા છે. જેના લીધે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે, અને ભારતથી યુએસ ફલાઇટના ભાડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

H-1B વિઝા ધરાવતા ભારતીયોને પરત ફરવાના નિર્દેશ આપ્યા બાદ અફરાતફરીનો માહોલ 

નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા H-1Bવિઝા પર ફી વધારાથી ટેક દિગ્ગજોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જે લોકો કોઈપણ કિંમતે 21 સપ્ટેમ્બર પહેલા અમેરિકા પહોંચવા માંગે છે. જો કર્મચારીઓ સમયમર્યાદા ચૂકી જાય છે, તો તેમને આશરે ₹8.8 મિલિયન (88 લાખ રૂપિયા) સુધીનો ખર્ચ આવવી શકે છે અથવા તો નોકરી પણ ગુમાવી શકે છે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકા ના એરપોર્ટ્સ પર અફરાતફરી જોવા મળી રહી છે. ભારતથી અમેરિકા જતી ફ્લાઇટના ભાડામાં પણ વધારો થયો છે.ટ્રમ્પે H-1Bવિઝા માટેની ફી વધારીને લગભગ ₹8.81 મિલિયન ($100,000) કરી છે. આ નવી ફી એ તમામ કર્મચારીઓને લાગુ પડશે, જેઓ પ્રથમ વાર કે ફરીથી અમેરિકા જવા માગે છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી લાગુ પડશે. જો કોઈ કર્મચારી આ તારીખ પછી યુએસ પરત જાય છે, તો તેમની કંપનીએ આશરે ₹8.81 મિલિયન ચૂકવવું પડશે

H-1B વિઝા ધરાવતા ભારતીયોને પરત ફરવાના નિર્દેશથી  હવાઈ ટિકિટ મોંઘી થઇ

ટ્રમ્પના નિર્ણયથી યુએસ એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ ગઈ છે. એવા અહેવાલો છે કે જાહેરાત થતાં જ ઘણા ભારતીય ટેક નિષ્ણાતોએ વિમાનમાંથી ઉતરી ગયા હતા. જયારે ભારતમાં આવેલા H-1B વિઝા ધરાવતા ભારતીય લોકો માટે યુએસની સીધી ફ્લાઇટના ભાડા આસમાને પહોંચ્યા છે.

વિદેશની કંપનીઓએ H-1B વિઝા ધરાવતા ભારતીયોને પરત ફરવાના નિર્દેશ આપ્યા

ટ્રમ્પના નિર્ણય બાદ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને જેપી મોર્ગન સહિત ઘણી ટેક કંપનીઓએ ભારત અથવા અન્યત્ર મુસાફરી કરી ચૂકેલા કર્મચારીઓને 24 કલાકમાં પાછા ફરવા કહ્યું છે. હાલમાં વિદેશમાં રહેલા કર્મચારીઓને તાત્કાલિક યુએસ પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. H-1Bવિઝા ધારકોમાં ભારતીયો આશરે 70% છે, તેથી આ પગલાથી તેમને સૌથી વધુ અસર થશે.

યુએસના ભાડામાં ખૂબ વધારો થયો છે

ટ્રમ્પની જાહેરાતના બે કલાકમાં, નવી દિલ્હીથી ન્યૂ યોર્કના જોન એફ. કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીના એક-માર્ગી ફ્લાઇટ ભાડા આશરે ₹37,000 થી વધીને ₹70,000-₹80,000 થઈ ગયા છે.એક યુઝરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે નવી દિલ્હીથી ન્યૂ યોર્ક સિટીની ફ્લાઇટનું વર્તમાન ભાડું $4,500 છે. તેઓ બધા પોતાના રાજ્યોમાં દોડી રહ્યા છે કારણ કે તેઓ નવા H-1Bવિઝા નિયમોથી ચિંતિત છે.યુએસ એરપોર્ટ પર પણ, H-1B વિઝા ધારકો પર અસર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. 21 સપ્ટેમ્બરની સમયમર્યાદાની જાણ થતાં, યુએસથી ઉડાન ભરતા ઘણા H-1B વિઝા ધારકોએ ઉતરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો:   Bihar Election : તેજસ્વી યોદવનો સ્પષ્ટ સંકેત, CM ચહેરા વિના ચૂંટણી નહીં લડાય

Tags :
flight pricesGujaratFirstH1B VisaIndian tech workersMicrosoftTravel AlertTrump DecisionUS ImmigrationVisa fee hikework visa issues
Next Article