ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રમ્પનું Japan પર અમેરિકન ચોખા ખરીદવાનું દબાણ : નારાજ જાપાની પ્રતિનિધિમંડળે અમેરિકા પ્રવાસ કર્યો રદ

ટ્રમ્પનું ચોખા અને ડેરી પર દબાણ : Japan એ પ્રવાસ રદ કર્યો, ભારતે પણ માંસાહારી દૂધ માટે કર્યો હતો ઇનકાર 
10:59 PM Aug 31, 2025 IST | Mujahid Tunvar
ટ્રમ્પનું ચોખા અને ડેરી પર દબાણ : Japan એ પ્રવાસ રદ કર્યો, ભારતે પણ માંસાહારી દૂધ માટે કર્યો હતો ઇનકાર 

વડોદરા : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન ( Japan ) પર અમેરિકન ચોખા માટે બજાર ખોલવાનું ભારે દબાણ કર્યું, જેના કારણે જાપાનના મુખ્ય વાટાઘાટકાર રયોસેઈ અકાઝાવાએ અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો છે. નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ, અકાઝાવા 28 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસી જવાના હતા, પરંતુ ટ્રમ્પના અમેરિકન ચોખા ખરીદવાના દબાણ બાદ તેમણે આ પ્રવાસ રદ કર્યો. એ જ રીતે અમેરિકાએ ભારત પર પણ માંસાહારી ગાયોનું દૂધ ખરીદવા અને તેમના ખેડૂતો માટે ભારતીય બજાર ખોલવાનું દબાણ કર્યું હતું, પરંતુ ભારતે આનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ બંને ઘટનાઓ વૈશ્વિક વેપાર અને રાજકીય સંબંધોમાં અમેરિકાના આક્રમક અભિગમને દર્શાવે છે.

Japan પર ટ્રમ્પનું દબાણ અને પ્રવાસ રદ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખાની ખરીદી વધારવા માટે ભારે દબાણ કર્યું, જેના કારણે જાપાનના આર્થિક નીતિ મંત્રી રયોસેઈ અકાઝાવાએ 28 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસીનો આયોજિત પ્રવાસ રદ કર્યો. નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ, અકાઝાવા આ પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે લેખિત કરારની અપેક્ષા રાખતા હતા, જેમાં જાપાની ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની ગેરંટી હોય. પરંતુ જ્યારે સ્પષ્ટ થયું કે અમેરિકા આવો કોઈ ભરોસો નહીં આપે ત્યારે તેમણે પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો- Trump’s tariff : “ભારતને ઓછું આંક્વું…” મોદી-જિનપિંગ મુલાકાત વચ્ચે અમેરિકન નિષ્ણાતે જણાવ્યું ટ્રમ્પે ક્યાં કરી ભૂલ

જાપાનના અનેક સરકારી અધિકારીઓએ નિક્કેઈ એશિયાને જણાવ્યું કે ટ્રમ્પે પહેલા જાપાન પર દબાણ કરીને ટેરિફ ઘટાડ્યા અને પછી કૃષિ ઉત્પાદનોની આયાત વધારવાની શરત મૂકી હતી. જાપાનને અપેક્ષા હતી કે અમેરિકા ઓટોમોબાઈલ પરના ટેરિફનો બોજ ઘટાડશે, પરંતુ ટ્રમ્પ તરફથી આ અંગે કોઈ નક્કર ખાતરી ન મળી. જાપાને અમેરિકાના આ વલણને તેમની ઘરેલું નીતિઓમાં હસ્તક્ષેપ ગણાવ્યો. અકાઝાવાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હજુ ઘણા મુદ્દાઓ એવા છે, જેના પર અધિકારીઓના સ્તરે વધુ ચર્ચાની જરૂર છે. જ્યાં સુધી વાટાઘાટો આગળ વધે ત્યાર સુધી હું અમેરિકા પ્રવાસ ટાળી રહ્યો છું, પરંતુ ભવિષ્યમાં ફરીથી જવાની શક્યતા છે.”

Japan ની ચોખાની સમસ્યા અને અમેરિકન દબાણ

નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ, જો જાપાન અમેરિકાથી ચોખાની આયાત વધારશે, તો તેના ખેડૂતોને નુકસાન થઈ શકે છે, જેનાથી કૃષિ સમુદાયમાં નારાજગી ફેલાઈ શકે. વ્હાઈટ હાઉસે દાવો કર્યો કે જાપાને જુલાઈમાં અમેરિકન ચોખાના આયાત ક્વોટામાં 75% વધારો કરવાની સહમતી આપી હતી. પરંતુ જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ સ્પષ્ટ કહ્યું કે તેમનો દેશ અમેરિકન દબાણ હેઠળ પોતાના ખેડૂતોના હિતોનું બલિદાન આપશે નહીં. જાપાનમાં ચોખા એ માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંતુ તેની સાથે રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ પણ જોડાયેલું છે. જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માટે ચોખા ઉત્પાદક ખેડૂતો મહત્વનો મતદાર વર્ગ છે, અને ખાસ કરીને જુલાઈ 2025ની ઉપલા ગૃહની ચૂંટણી પહેલા આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે.

જાપાન હાલમાં ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દેશમાં ચોખાના ભાવ બમણા થઈ ગયા છે. વર્ષ 2024માં જાપાને અમેરિકાથી 298 મિલિયન ડોલરના ચોખા આયાત કર્યા હતા, અને 2025ના પ્રથમ ચાર મહિનામાં 114 મિલિયન ડોલરના ચોખા ખરીદ્યા હતા. જોકે, જાપાન વિશ્વ વેપાર સંગઠન (WTO)ના “ન્યૂનતમ ઍક્સેસ” કરાર હેઠળ દર વર્ષે 770,000 ટન ચોખા ટેરિફ-ફ્રી આયાત કરે છે, જેમાંથી લગભગ અડધો અમેરિકાથી આવે છે. આ ક્વોટા ઉપરાંતના ચોખા પર 341 યેન (આશરે 2.40 ડોલર) પ્રતિ કિલોગ્રામનો ટેરિફ લાગે છે. ટ્રમ્પે આ ટેરિફને “700%” ગણાવ્યો જે જાપાનના કૃષિ મંત્રાલયે “અસમજૂતીપૂર્ણ” ગણાવ્યો છે.

ભારત પર માંસાહારી ડેરી પ્રોડક્ટ માટે દબાણ

જાપાનની જેમ જ અમેરિકાએ ભારત પર પણ તેના ડેરી ઉત્પાદનો (જેમ કે દૂધ, ચીઝ, ઘી) વેચવાની મંજૂરી માટે દબાણ કર્યું હતું. અમેરિકન કંપનીઓ દાવો કરે છે કે તેમનું દૂધ સ્વચ્છ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભારતીય બજારમાં સસ્તું હોઈ શકે છે. પરંતુ ભારતે આ દબાણને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યું. ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ છે. આ ક્ષેત્રમાં કરોડો નાના ખેડૂતો જોડાયેલા છે. ભારત સરકારને ડર છે કે અમેરિકન ડેરી ઉત્પાદનોને મંજૂરી આપવાથી સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો- “સીમા પર શાંતિ, દ્વિપક્ષીય સંબંધો, આતંકવાદ વિરુદ્ધ એકજૂટ…” India – China વચ્ચે આ મુદ્દાઓ પર સહમતિ, વિદેશ મંત્રાલયે આપી માહિતી

આ ઉપરાંત, ભારતમાં ધાર્મિક ભાવનાઓ પણ આ મુદ્દા સાથે જોડાયેલી છે. ભારતીયોનો મોટો વર્ગ શુદ્ધ શાકાહારી ડેરી ઉત્પાદનો જ માગે છે, જ્યારે અમેરિકામાં કેટલાક ડેરી ઉત્પાદનોમાં પ્રાણીઓના હાડકાંમાંથી બનાવેલા એન્ઝાઈમ્સ (જેમ કે રેનેટ)નો ઉપયોગ થાય છે. ભારતે સ્પષ્ટ શરત મૂકી કે અમેરિકન ડેરી ઉત્પાદનો ત્યારે જ ભારતમાં વેચાઈ શકે, જો તે સંપૂર્ણ શાકાહારી સ્ત્રોતમાંથી બન્યા હોવાનું પ્રમાણિત થાય. આ શરત પૂરી ન થતાં અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો જે પાછળથી વધીને 50% સુધી પહોંચ્યો છે.

Japan-અમેરિકા વચ્ચે અવિશ્વાસનો માહોલ

નિષ્ણાતોનું માનવું છે કે જાપાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોમાં મુખ્ય સમસ્યા એકબીજા પરનો અવિશ્વાસ છે. અમેરિકા ઇચ્છે છે કે જાપાન તેના 550 અબજ ડોલરના રોકાણના વચનને લેખિત કરારમાં બદલીને આપે. બીજી તરફ જાપાનનું કહેવું છે કે જો અમેરિકા લેખિત ગેરંટી ઇચ્છે છે, તો તેને પણ લેખિતમાં આપવું પડશે કે જાપાની ઓટોમોબાઈલ પર 15% ટેરિફ તાત્કાલિક લાગુ નહીં થાય. બીજા વિશ્વયુદ્ધ બાદથી જાપાન અને અમેરિકા નજીકના સહયોગી રહ્યા છે. 1951ની સુરક્ષા સંધિ હેઠળ અમેરિકા જાપાનની સુરક્ષાની જવાબદારી નિભાવે છે, જ્યારે જાપાન એશિયામાં અમેરિકન રણનીતિક હાજરીનો મહત્વનો ભાગ છે.

આર્થિક દૃષ્ટિએ પણ બંને દેશોના સંબંધો ખૂબ મજબૂત છે. 2024માં અમેરિકાએ જાપાનથી આશરે 148 અબજ ડોલરની આયાત કરી, જ્યારે જાપાને અમેરિકાથી 80 અબજ ડોલરનું નિકાસ કર્યું. જાપાનનું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ છે, જે અમેરિકન ઓટોમોબાઈલ બજારનો લગભગ એક-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને અદ્યતન ટેકનોલોજીથી જોડાયેલા ઉત્પાદનો પણ જાપાની નિકાસનો મહત્વનો હિસ્સો છે. જાપાનની અર્થવ્યવસ્થા ઘણી બાબતોમાં અમેરિકા પર નિર્ભર છે. વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ આને ‘રાષ્ટ્રીય સંકટ’ ગણાવ્યું છે. જાપાને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની વાત કરી છે, પરંતુ સૈન્ય ગઠબંધનને કારણે તેને વાટાઘાટો કરવો પડી રહો છે.

ભારતનો દૃઢ નિર્ણય

જાપાનની જેમ ભારતે પણ અમેરિકન દબાણનો દ્રઢતાથી સામનો કર્યો. ભારતે અમેરિકન ડેરી ઉત્પાદનોને બજારમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો, જેના પરિણામે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો, જે પાછળથી વધીને 50% થયો છે. ભારતનો નિર્ણય તેના કરોડો નાના ખેડૂતોના હિતો અને ધાર્મિક ભાવનાઓનું રક્ષણ કરવા માટે હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ માત્ર આર્થિક નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે પણ મહત્વનો છે. ભારતીય ગ્રાહકો શુદ્ધ શાકાહારી ડેરી ઉત્પાદનોને પ્રાધાન્ય આપે છે, અને અમેરિકન ઉત્પાદનોમાં વપરાતા માંસાહારી એન્ઝાઈમ્સ આ ભાવનાને અનુરૂપ નથી. ભારતની આ શરતે અમેરિકન ડેરી ઉદ્યોગને પડકાર આપ્યો અને ભારતે પોતાના ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપ્યું છે.

Japan અને ભારતની સમાન પરિસ્થિતિ

જાપાન અને ભારત બંનેએ ટ્રમ્પના આક્રમક વેપાર નીતિઓનો સામનો કર્યો છે. જાપાનમાં ચોખા એક સાંસ્કૃતિક અને રાજકીય મુદ્દો છે, જ્યારે ભારતમાં ડેરી ઉદ્યોગ આર્થિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ છે. બંને દેશોએ અમેરિકન દબાણ સામે પોતાના ખેડૂતો અને સ્થાનિક હિતોનું રક્ષણ કરવાનું પસંદ કર્યું. જાપાને ચોખાની આયાત વધારવાની સહમતી આપી હોવા છતાં તેના ખેડૂતોના હિતોનું હનન ન કરવાનું નક્કી કર્યું. ભારતે પણ ડેરી ઉદ્યોગમાં શાકાહારી શરત જાળવી રાખી જેના કારણે અમેરિકા સાથે વેપાર વાટાઘાટોમાં તણાવ વધ્યો છે. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે ટ્રમ્પની “પારસ્પરિક ટેરિફ” નીતિ વૈશ્વિક વેપારમાં તણાવ વધારી રહી છે.

આ પણ વાંચો- 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં PM મોદીએ NDA સાંસદોને ડિનર પર બોલાવ્યા, સીપી રાધાકૃષ્ણનની જીત લગભગ પાક્કી

Tags :
#IndiaJapan#TrumpTariff #JapanRice #IndiaDairyFarmersGlobalTrade
Next Article