Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ટ્રમ્પના સૌથી વિશ્વાસુ અધિકારી Tulsi Gabbard નું અચાનક રાજીનામું, જાણો ઈરાને કેમ કરી પ્રશંસા?

અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર ડાયરેક્ટર તુલસી ગબાર્ડનું પદ પરથી રાજીનામું પતિ અબ્રાહમને હાડકાનું કેન્સર થતાં પરિવારે લીધો મોટો નિર્ણય તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાને અમેરિકા સામે ઓકી આગ અમેરિકા ઈઝરાયેલની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું હોવાનો ઈરાનનો દાવો પ્રધાન ડેપ્યુટી...
ટ્રમ્પના સૌથી વિશ્વાસુ અધિકારી tulsi gabbard નું અચાનક રાજીનામું  જાણો ઈરાને કેમ કરી પ્રશંસા
Advertisement
  • અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર ડાયરેક્ટર તુલસી ગબાર્ડનું પદ પરથી રાજીનામું
  • પતિ અબ્રાહમને હાડકાનું કેન્સર થતાં પરિવારે લીધો મોટો નિર્ણય
  • તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાને અમેરિકા સામે ઓકી આગ
  • અમેરિકા ઈઝરાયેલની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું હોવાનો ઈરાનનો દાવો
  • પ્રધાન ડેપ્યુટી આરોન લુકાસ હવે સંભાળશે ગુપ્તચર વિભાગનો નવો કાર્યભાર

અમેરિકાની રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગ (National Intelligence) ના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ (Tulsi Gabbard Resigns) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં વૈશ્વિક સ્તરે ચર્ચાઓ જાગી છે. આ ઘટનાક્રમ વચ્ચે ઈરાને તુલસી ગબાર્ડના ખુલ્લા મનથી વખાણ કર્યા છે. આર્મેનિયા સ્થિત ઈરાની દૂતાવાસે (Iranian Embassy) એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તુલસી ગબાર્ડે હંમેશા ઈરાન વિશે એવું 'સત્ય' ઉચ્ચાર્યું હતું જેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અસહજ અનુભવતા હતા.

Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઈરાની દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, "તમે ભૂતકાળમાં પણ ઘણી વખત સાબિત કર્યું છે કે તમે અમેરિકાના હિત માટે કામ કરો છો, ઇઝરાયેલ (Israel) માટે નહીં. તમે ઈરાન અંગે એવી સચ્ચાઈઓ સામે લાવી ચૂક્યા છો જેનાથી ટ્રમ્પ નફરત કરતા હતા. એ ખૂબ જ દુઃખદ છે કે તમારા જેવા વ્યક્તિત્વ ધરાવતા નેતાએ એક એવી સરકાર સાથે કામ કરવું પડ્યું જે ઇઝરાયેલની કઠપૂતળી બનીને રહી ગઈ છે."

Advertisement

પતિની ગંભીર બીમારીના કારણે લીધો નિર્ણય

બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે તુલસી ગબાર્ડ આગામી 30 જૂનના રોજ સત્તાવાર રીતે પદ છોડી દેશે. તેમના પતિ અબ્રાહમને હાડકાનું કેન્સર (Bone Cancer) હોવાનું નિદાન થયું છે, જેથી આ મુશ્કેલ સમયમાં તેઓ પોતાના પરિવાર અને પતિ સાથે સમય વિતાવવા માંગે છે. ટ્રમ્પે ઉમેર્યું કે, નેશનલ ઇન્ટેલિજન્સના પ્રધાન ડેપ્યુટી ડાયરેક્ટર આરોન લુકાસ (Aaron Lucas) હવે કાર્યવાહક ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે.

જેડી વેન્સે કરી પ્રશંસા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) પણ તુલસી ગબાર્ડને સાચા દેશભક્ત ગણાવી તેમના પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરી છે. વેન્સે જણાવ્યું કે, તુલસી વહીવટીતંત્ર માટે એક શાનદાર એસેટ અને તેમના પરમ મિત્ર છે. જોકે, કટોકટીના આ સમયમાં પરિવાર હંમેશા સર્વોપરી હોવો જોઈએ તે વાત સાથે તેઓ સહમત થયા હતા અને તેમના પતિના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની કામના કરી હતી.

આ પણ વાંચો : US વિદેશ મંત્રી Marco Rubio ના ફોટામાં દેખાયેલી આ રહસ્યમય મહિલા કોણ છે? જાણો ભારત પ્રવાસનું મોટું કનેક્શન!

Tags :
Advertisement

.

×