Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat શિક્ષણ વિભાગમાં ઉથલપાથલ : આચાર્યો, નિરીક્ષકો અને DEOની સામૂહિક બદલીઓ, તાત્કાલિક અસરથી અમલનો આદેશ

ગાંધીનગર : Gujarat શિક્ષણ વિભાગ માં બદલીઓનો દોર ચાલુ થયો છે. શિક્ષણ વિભાગે મોટા પાયે વહીવટી ફેરફાર કરતા 200 જેટલા ક્લાસ-2 અધિકારીઓની બદલીઓના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓમાં શિક્ષણ નિરીક્ષકો, આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓનો સમાવેશ થાય છે.
gujarat શિક્ષણ વિભાગમાં ઉથલપાથલ   આચાર્યો  નિરીક્ષકો અને deoની સામૂહિક બદલીઓ  તાત્કાલિક અસરથી અમલનો આદેશ
Advertisement
  • Gujarat શિક્ષણ વિભાગ માં મોટો વહીવટી ફેરફાર : 200 ક્લાસ-2 અધિકારીઓની બદલી, DEO કચેરીઓમાં સામૂહિક ઉથલપાથલ
  • જાહેર હિતમાં તાત્કાલિક બદલીઓ : શિક્ષણ નિરીક્ષકો અને આચાર્યોના આદેશ જાહેર, શિક્ષણ વ્યવસ્થામાં નવો પવન
  • શિક્ષણ વિભાગમાં બદલીઓની ધૂમ : 200 અધિકારીઓ સહિત DEO અને નિરીક્ષકોની સામૂહિક ટ્રાન્સફર
  • ગુજરાતમાં શિક્ષણ અધિકારીઓની મોટી બદલી : ક્લાસ-2ના 200 અધિકારીઓને નવી જવાબદારી, જાણો વિગતો
  • શિક્ષણ વિભાગમાં ઉથલપાથલ : આચાર્યો, નિરીક્ષકો અને DEOની સામૂહિક બદલીઓ, તાત્કાલિક અસરથી અમલ

ગાંધીનગર : ગુજરાત (Gujarat) શિક્ષણ વિભાગ માં બદલીઓનો દોર ચાલુ થયો છે. શિક્ષણ વિભાગે મોટા પાયે વહીવટી ફેરફાર કરતા 200 જેટલા ક્લાસ-2 અધિકારીઓની બદલીઓના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓમાં શિક્ષણ નિરીક્ષકો, આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પછી સરકારે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાની પણ વાત કરી છે. જેથી તમામ ક્લાસ-2 અધિકારીઓને નિયત જગ્યા ઉપર ઝડપી જોડાઇ જવું પડશે.

Gujarat શિક્ષણ વિભાગ ના ક્લાસ 2 અધિકારીઓની સામૂહિક બદલીઓ

આ બદલીઓ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સામૂહિક બદલીઓથી શિક્ષણ વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા આવશે અને વહીવટી કામગીરી વધુ સરળ બનશે. DEO કચેરીઓમાં શિક્ષણ નિરીક્ષકોની સામૂહિક બદલીઓના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે.

Advertisement

મિલિંદ તોરવણેની નિમણૂક પછી બદલીઓ

આ ઉપરાંત, તાજેતરમાં રાજ્ય સરકારે IAS અધિકારીઓની પણ મોટી સંખ્યામાં બદલીઓ કરી છે, જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે, જે શિક્ષણ વ્યવસ્થામાં નવા સુધારા લાવશે. જણાવી દઈએ કે, મિલિંદ તોરવણે (IAS 2000)ને પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ તેમણે નવા પદની જવાબદારી આપવામાં આવી છે. તેવામાં શિક્ષણ વિભાગના ક્લાસ ટૂ અધિકારીઓના બદલીના ગંજીપા ચિપાઈ ગયા છે.

Advertisement

આ બદલીઓથી આવશે સકારાત્મક ફેરફાર

આ બદલીઓને લઈને શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, આ બદલી સંપૂર્ણપણે વહીવટી હિત અને શૈક્ષણિક વ્યવસ્થાના મજબૂતીકરણ માટે કરવામાં આવી છે.  આ બદલીઓથી શિક્ષકો અને અધિકારીઓમાં નવો ઉત્સાહ આવશે. શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે તેવી અપેક્ષા દાખવવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના આ આદેશો તાત્કાલિક અમલમાં મૂકવાના છે, જેથી અધિકારીઓને નવી જગ્યાએ જલ્દી જોડાવું પડશે.

આ પણ વાંચો- 52 વર્ષ સુધી સુભાષબ્રિજે અમદાવાદીઓનો આપ્યો સાથ; હવે માસ્ટર પ્લાનથી થશે તેની કાયાપલટ

Tags :
Advertisement

.

×