Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TV અભિનેત્રી Dipika Kakar ને લિવર કેન્સરનું નિદાન, શેર કરી ઇમોશનલ પોસ્ટ

Dipika Kakar Health : પેટના ઉપરના ભાગમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં જવું પડ્યું... અને પછી ખબર પડી કે લીવરમાં ટેનિસ બોલના કદની ગાંઠ છે
tv અભિનેત્રી dipika kakar ને લિવર કેન્સરનું નિદાન  શેર કરી ઇમોશનલ પોસ્ટ
Advertisement
  • ટીવી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકોને જાણકારી આપી
  • તેણીના પેટમાં ટેનિસના બોલ જેટલી કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું
  • સસુરાલ સિમર કા ફેમ અભિનેત્રી દિપીકા કક્કરે પોતાની માટે પ્રાર્થના કરવા જણાવ્યું

Dipika Kakar Health : ટીવી પરદાની અભિનેત્રી (TV ACTRESSS) દીપિકા કક્કડ (DIPIKA KAKAR) ને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અગાઉ તે લીવર ટ્યુમરની (LIVER TUMOR) સમસ્યાથી પીડાતા હતા. તાજેતરમાં તેમના દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (INSTAGRAM POST) માં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે, તેમને સ્ટેજ 2 લીવર કેન્સર (STAGE - 2 LIVER CANCER) હોવાનું નિદાન થયું છે. આ વાત સામે આવતાની સાથે જ દીપિકાના ચાહકોનું દિલ તૂટી ગયું છે. 'સસુરાલ સિમર કા' અભિનેત્રીએ ઈમોશનલ સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે. આ સાથે, તેમણે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમના માટે પ્રાર્થના કરે, જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જાય.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika)

આ અમારા માટે સૌથી મુશ્કેલ સમય છે

દીપિકા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'જેમ કે તમે બધા જાણો છો કે છેલ્લા કેટલાક અઠવાડિયા અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પેટના ઉપરના ભાગમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં જવું પડ્યું... અને પછી ખબર પડી કે લીવરમાં ટેનિસ બોલના કદની ગાંઠ છે. પછી ખબર પડી કે ગાંઠ બીજા તબક્કાની જીવલેણ (કેન્સરગ્રસ્ત) હતી... આ અમારા માટે સૌથી મુશ્કેલ સમય છે.

Advertisement

હું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશ

તેમણે પોસ્ટમાં વધુમાં લખ્યું, 'હું સંપૂર્ણપણે સકારાત્મક છું અને આનો સામનો કરવા અને તેમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે કટિબદ્ધ છું.' જો ઇશ્વર ચાહે તો ! તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાથી, હું પણ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશ, મારો આખો પરિવાર મારી સાથે છે... !’

Advertisement

ઝડપી સ્વસ્થ થવાની કામના કરી

દીપિકા કક્કરે પોતાની પોસ્ટ દ્વારા તેના ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે. આ સમય દરમિયાન, ઘણી હસ્તીઓએ અભિનેત્રી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત, તેમણે તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં દીપિકા કક્કરના પતિ શોએબ ઇબ્રાહિમે પોતાના વ્લોગ દ્વારા જણાવ્યું હતું કે દીપિકા કક્કરને ગાંઠ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેમની સર્જરી થશે.

આ પણ વાંચો --- Spirit Film Controversy : દિપીકા પાદુકોણ પર લાગ્યો સ્ટોરી લીકનો આરોપ

Tags :
Advertisement

.

×