Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રૂ. 5 કરોડના ભરણપોષણના દાવા સહિત અનેક મુદ્દે Mahhi Vij એ મૌન તોડ્યું

માહીએ હવે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં ચાલી રહેલી અટકળો પર ધ્યાન આપ્યું છે, અને આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. માહીએ તેમના અલગ થવાના સમાચારની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી, પરંતુ ભરણપોષણના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. કહ્યું, "જ્યાં સુધી હું મારી જાત માટે ન બોલું ત્યાં સુધી કોઈપણ ચર્ચાઓ પર વિશ્વાસ ના કરો.
રૂ  5 કરોડના ભરણપોષણના દાવા સહિત અનેક મુદ્દે mahhi vij એ મૌન તોડ્યું
Advertisement
  • માહી વિજ અને જય ભાનુશાલીના છુટાછેડા પ્રબળ ચર્ચામાં છે
  • દંપતિએ દસ્તાવેજો પર સહીં કરી હોવાનું, અને 5 કરોડ રૂપિયા ભરણપોષમ માંગ્યાનો દાવો
  • માહી વિજે પોતાની ચેનલ પર વીડિયો મુકીને અફવાહોનું એક પછી એક ખંડન કર્યું

Mahhi Vij Slams Rumors : ટીવી અભિનેત્રી માહી વિજ (TV Actress Mahhi Vij)અને અભિનેતા જય ભાનુશાળી (Jay Bhanushali) છેલ્લા ઘણા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને (Divorce Rumors) કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ દંપતીએ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન છૂટાછેડાના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા, અને માહીએ રૂ. 5 કરોડના ભરણપોષણની (Rs. 5 Crore Alomonmy Rumors) માંગણી કરી હતી. જોકે, માહીએ હવે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં ચાલી રહેલી અટકળો પર ધ્યાન આપ્યું છે, અને આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. માહીએ તેમના અલગ થવાના સમાચારની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી, પરંતુ ભરણપોષણના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે.

માહીએ વીડિયોમાં આ કહ્યું

અભિનેત્રી માહી વિજે તેના તાજેતરના વ્લોગમાં (Mahhi Vij Slams Rumors) કહ્યું, "જ્યાં સુધી હું મારી જાત માટે ન બોલું ત્યાં સુધી કોઈપણ સમાચાર પર વિશ્વાસ ના કરો. અમારી ગોપનીયતા અને અમારા બાળકોની ગોપનીયતાનો આદર કરો." ત્યારબાદ તેણીએ અહેવાલોની સત્યતા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, "જે લોકો કહે છે કે મેં કાગળો પર સહી કરી છે... કૃપા કરીને મને પુરાવા બતાવો. આવા દાવા કરતા પહેલા મને દસ્તાવેજો બતાવો."

Advertisement

પુત્રએ માહીને પ્રશ્નો પૂછ્યા

વીડિયોમાં માહીએ (Mahhi Vij Slams Rumors) આવી અફવાઓ તેના બાળકો પર કેવી અસર કરે છે તેની પણ ચર્ચા કરી છે. અભિનેત્રીએ કહ્યું, "આજકાલ દરેક બાળક પાસે ફોન હોય છે. આવા સમાચાર તેમના પર અસર કરે છે. મારા દીકરાએ મને એક રિપોર્ટ પણ મોકલ્યો, અને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે, મમ્મી."

Advertisement

ભરણપોષણ પર પણ પ્રતિક્રિયા આપી

જો કે, માહીએ (Mahhi Vij Slams Rumors) તેના વૈવાહિક દરજ્જાનો સીધો ઉલ્લેખ કર્યો ન્હતો, તેણીએ જય વિશે પ્રેમથી વાત કરી છે. અભિનેત્રીએ કહ્યું, "જય મારો પરિવાર છે, અને હંમેશા મારો પરિવાર રહેશે. તે એક અદ્ભુત પિતા અને એક અદ્ભુત વ્યક્તિ છે." જો કે, ચાહકોએ ઝડપથી જોયું કે, તેણીએ વીડિયોમાં જયને પોતાનો પતિ નથી કહ્યું.

હંમેશા આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઈએ

એ જ વ્લોગમાં, માહીએ (Mahhi Vij Slams Rumors) ભરણપોષણ અને નાણાકીય સ્વતંત્રતામાં તેની લાંબા સમયથી રહેલી માન્યતા વિશે પણ તેના વિચારો શેર કર્યા છે. માહીએ કહ્યું કે, "મારો કેસ બાજુ પર રાખો, પરંતુ હું ભરણપોષણનો ખ્યાલ સમજી શકતી નથી. હું હંમેશા માનતી આવી છું કે, જે પૈસા કમાય છે તેણે તે રાખવા જોઈએ. સ્ત્રીઓએ પણ હંમેશા આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઈએ." ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માહીએ રૂ. 5 કરોડ ભરણપોષણની માંગણી કરી હતી, પરંતુ તેણીએ હવે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો ----- શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'કિંગ'નું ટાઇટલ રિવિલ, જુઓ દમદાર લૂક

Tags :
Advertisement

.

×