Amareli અને બાબરામાં રક્ષક જ બન્યા ભક્ષક, 2 પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
- અમરેલી પોલીસના બે જવાનો રક્ષક ના બદલે બન્યા ભક્ષક
- નરાધમ પોલીસ કર્મચારીએ માસુમ દીકરી પર બળાત્કાર ગુજાર્યો
- અમરેલી પોલીસે દુષ્કર્મનો ગુન્હો નોંધીને ન્યાય અપાવવા કર્યો પ્રયત્ન
- ખાખીને કલંકિત કરતા બે પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો
અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુના નોંધાયા છે. પહેલી ઘટનામાં બાબરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બીજી ઘટનામાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પણ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. આ બન્ને ઘટનાથી અમરેલી જિલ્લાના પોલીસ બેડા ખળભળાટ મચી ગયો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી આવ હતી સંપર્કમાં
બાબરામાં રહેતી 14 વર્ષીય સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી રવિરાજસિંહ ચૌહાણના સંપર્કમાં આવી હતી. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી રવિરાજસિંહ એકાદ વર્ષથી સગીરાને હવસનો શિકાર બનાવતો હતો. સગીરાની માતાનો નંબર માંગવાના બહાને આરોપીએ તેની સાથે સ્નેપ ચેટમાં વાતચીત કરી હતી. સગીરાના સંપર્કમાં આવ્યા મળવાના બહાને રવિરાજસિંહે સગીરાને બોલાવી હતી. શરૂઆતમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા. ત્યારબાદ, સગીરાને ધાક ધમકી આપી અવાવરુ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. વારંવાર પોલીસ કર્મીની હવસનો ભોગ બનનાર સગીરાએ માતા-પિતાને વાત કરી હતી. સગીરાને સાથે લઈ જઈ માતા-પિતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી રવિરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ આરોપી પોલીસ કર્મી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હવે વાત ખાખીને ડાઘ લગાવનાર બીજા હવસખોર પોલીસ કર્મી મહેશ સોલંકીની 29 મે 2025ના રોજ 30 વર્ષીય યુવતીએ મહેશ સોલંકી વિરુદ્ધ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. તે મુજબ ભોગ બનનાર યુવતી અને આરોપી મહેશ દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા મહેશ સોલંકીએ યુવતી સાથે શરૂઆતમાં મિત્રતા કરી. ત્યારબાદ, લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી. લગ્નના વાયદા કરી યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી લગ્નની વાત કરે તો ગમે તે બહાનું આપી ટાળી દેતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે થોડા દિવસ અગાઉ મહેશ ફરવાના બહાને યુવતીને લઈ ગયો અને હવસની ભૂખ ઠારી. ત્યારે, યુવતીએ પોલીસ કર્મી મહેશને લગ્નની વાત કરી.તો, આરોપીએ યુવતીને તરછોડી સંબંધ તોડી નાંખ્યા. જેથી ભોગ બનનાર યુવતીએ આરોપી પોલીસ કર્મી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જયવીર ગઢવી, ASP, અમરેલી
આ પણ વાંચોઃ Ahmedabad રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
બન્ને નરાધમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે
દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ બન્ને પોલીસ કર્મી ફરાર થઈ ગયા છે. ઘટનાની ગંભીરતા સમજતા અમરેલી DySPએ ખાતરી આપતા કહ્યું છે કે આ કેસની તપાસ માટે મહિલા PSIની નિમણૂક કરવામાં આવી છે. મહિલા PSI દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ખાખી પર કલંક લગાવનાર અને સગીરા તેમજ યુવતીની જીંદગી બરબાદ કરનાર બન્ને નરાધમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજ નહીં તો કાલ પોલીસ બન્ને હેવાનોને પકડી તો લેશે.પરંતુ, વર્દી પહેરનારા પોલીસ કર્મીઓની આ શરમજનક કરતૂતથી પોલીસની વિશ્વસનિયતા અને નૈતિકતા પર સવાલ ઉભા થયા છે.
આ પણ વાંચોઃ Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ