Gandhinagar : કોરોના પછી ફરી બ્લેક ફંગસના કેસ દેખાયા, બંને દર્દી હાઇ ડાયાબિટીસથી પીડીત
- કોરોના પછી ફરી બ્લેક- ફંગસના કેસ દેખાયા
- ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંગસના બે દર્દી દાખલ
- 1 દર્દીને મ્યુકરમાઈકોસિસના કારણે આંખ કાઢવી પડી
- બંને દર્દી હાઇ ડાયાબિટીસથી પીડિત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગશના બે કેસ નોંધાવવા પામ્યા છે. હાઈ ડાયાબીટીસના કારણે બ્લેક ફંગસનું ઈન્ફેક્શન લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્લેક ફંગશના કારણે એક પેશન્ટની આંખ કાઢવાની ફરજ પડી છે. અગાઉ કોરોના બાદ બ્લેક ફંગશના કેસોમાં વધારો થયો હતો. જો કે હાલ બ્લેક ફંગસના બે કેસો કોરોના કરતા હાઈ ડાયાબીટીસના કારણે સંક્રમિત થયા હોવાની વધુ શક્યતાઓ છે.
બે વખત સર્જરી કરવી પડીઃ ડૉ. જીગીશ દેસાઈ (HOD આંખ વિભાગ)
આંખ વિભાગના HOD ર્ડા. જીગીશ દેસાઈએ જણાવ્યું હતું કે, વ્હીકર માઈકોસી જેને બ્લેક ફંગસ કહેવાય છે. છેલ્લા 17 દિવસ પહેલા એક પેશન્ટ અમારે ત્યાં આવ્યું હતું. જેને સૌ પ્રથમ ઈએનટી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક કર્યો હતો. અને આંખ વિભાગમાં પણ આવ્યા હતા. જેમને આંખની આજુ બાજુ અસહ્ય સોજો હતો. તેમજ દુખાવો પણ હતો. તેમજ સાઈનોસાઈટીસ પણ હતું. જે બાદ તેને ઈએનટી ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. બે વખત સર્જરી કરવામાં આવી ત્યાર બાદ પણ તેમને તે રોગ કંટ્રોલમાં ન આવતા અમારે તેમની આંખ કાઢવાની ફરજ પડી હતી. જે બાદ ફરી એક નવો કેસ આવ્યો હતો. એ કેસમાં પણ તેઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા ઈંજેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે અમે દર્દીને આપી રહ્યા છીએ.
પ્રથમ કેસ કડીનો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસના બે કેસ નોંધાવા પામ્યા છે. જેમાં પહેલો કેસ કડી વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધને આંખ અને નાકના ભાગે સોજો આવ્યો હતો. હાલ દર્દીની સારવાર ચાલુ છે.
આ પણ વાંચોઃ Gandhinagar : Operation Sindoor થી મોદીજીએ વિશ્વને સંદેશો આપ્યો કે, "સિંદૂર ભારતના સંસ્કાર છે" : અમિતભાઇ શાહ
ગાંધીનગર તાલુકાનો બીજો કેસ
જ્યારે બીજો કેસ ગાંધીનગર તાલુકાના ગામનો નોંધાવા પામ્યો છે. જેમા 55 વર્ષીય વ્યક્તિને સાઈનસથી શરૂ થયેલું ફંગસ આંખ સુધી પહોંચ્યું હતું. બે દિવસમાં સોજો આવી જતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Surat : સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા, કિડનેપ, ખંડણી, કતલની ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી ઘટના