ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tharad ના આજાવાડામાં બે બાળકોનું કેનાલમાં ડૂબી જવાથી મોત

Tharad થરાદ જિલ્લાના અજાવાડામાં બે માસૂમ ભૂલકાઓના મોત કેનાલમાં પાણી પીવા જવાના કારણે થઈ ગયા છે. નર્મદાની મસમોટી ખુલ્લી કેનાલ વર્ષે અનેક લોકોના ભોગ લઈ લેતી હોય છે પરંતુ તેને કોર્ડન કરવાની કામગીરી કરવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આપણા દેશમાં મોત કેટલું સસ્તુ થઈ ગયું છે કે તરસ મીટાવવા માટે પણ મોત મળી રહ્યું છે. આપણા દેશમાં પ્રતિદિવસ મોંઘવારી વધી રહી છે, માત્ર માણસોના જીવ સસ્તા થઈ રહ્યાં છે. ભૂલકાની મોતની જવાબદારી કોણ લેશે? વિનાશ નોતરે એવું વિકાસ પણ શું કામનું?
04:41 PM Oct 18, 2025 IST | Mujahid Tunvar

Tharad : વાવા-થરાદ જિલ્લામાં હ્દયદ્વાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાળકોના મોત કેનાલમાં ડૂબી જવાના કારણે થયા છે. નર્મદાની ખુલ્લી કેનાલમાં પાણી પીવા જવાના કારણે બાળકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાવ-થરાદ જિલ્લાના આજાવાડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાની દુઃખદ ઘટનામાં બે બાળકોના મોતના સમાચારથી પંથક આખામાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમાચાર આગની જેમ પંથકમાં ફેલાઈ ગયા હતા. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બાળકો કેનાલમાં પાણી પીવા ગયા હતા, તે દરમિયાન પગ લપસી જવાથી તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કેનાલમાં પાણીનો ફોર્સ વધારે હોવાના કારણે બાળકોના મૃતદેહ આગળ તણાઈ ગયા હતા. તેથી કલાકોની મહેનત બહાર બંને મૃતદેહોના બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

Tags :
#Ajawada#DeathofChildren#NarmadaCanal#SafetyStepsBanaskanthaFireBrigadeGujaratFirstPoliceInvestigationTharadTragicIncident
Next Article