ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Train Accident : મુસાફરી કરતા પહેલા સાચવજો! વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી...

નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી મુંબઈથી આવી રહી હતી શાલીમાર એક્સપ્રેસ નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માત (Train Accident) નાગપુરના ઈટવારી રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. જણાવવામાં...
05:39 PM Oct 22, 2024 IST | Dhruv Parmar
નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી મુંબઈથી આવી રહી હતી શાલીમાર એક્સપ્રેસ નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માત (Train Accident) નાગપુરના ઈટવારી રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. જણાવવામાં...
  1. નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી
  2. શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી
  3. મુંબઈથી આવી રહી હતી શાલીમાર એક્સપ્રેસ

નાગપુરમાં એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માત (Train Accident) નાગપુરના ઈટવારી રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈથી આવી રહેલી શાલીમાર એક્સપ્રેસ ટ્રેન ઈટવારી રેલ્વે સ્ટેશન પર પહોંચતા જ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનના S1 અને S2 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન નંબર 18029 શાલીમાર એક્સપ્રેસ મુંબઈથી શાલીમાર જઈ રહી હતી. મહત્વનું છે કે, હજુ સુધી કોઈના ઘાયલ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ નથી, અકસ્માત (Train Accident) બાદ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેલ્વે ટ્રેકને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કલ્યાણમાં લોકલ પાટા પરથી ઉતરી ગઈ...

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પેહેલા કલ્યાણ જિલ્લામાં પણ એક લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત (Train Accident)માં કોઈ જાનહાનિના સમાચાર નથી. દુર્ઘટના વિશે માહિતી આપતાં મધ્ય રેલ્વેના પ્રવક્તાએ કહ્યું કે, 'આ ઘટના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી, જયારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ટ્રેન CSMT તરફ જઈ રહીં હતી ત્યારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહતી. આ ઘટના બાદ ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ તરફ ધીમી ગતિનો ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ઘણી ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : PM MODI : ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

આસામમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ...

આ પહેલા આસામના દિબાલોંગ સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ટ્રેન પાટા પરથી ઉતરી હતી તે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન હતી. આ ટ્રેનના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અંગે રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અગરતલા અને મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેન દિબાલોંગ સ્ટેશન પરથી પસાર થતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ રેલવે દ્વારા કોઈપણ પ્રકારની માહિતી કે મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video

Tags :
Gujarati NewsIndiaMaharashtraNagpurNationalShalimar Expresstrain accidentTrain derailed
Next Article