ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત સિવિલ હોસ્પિટલમાંથી 24 કલાકમાં બે ગંભીર આરોપીઓ ફરાર, પોલીસ સુરક્ષા પર સવાલો

સુરતમાં પોલીસની નાક નીચે બે ખતરનાક આરોપીઓ ફરાર થતાં સુરક્ષા વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન
10:39 PM Aug 23, 2025 IST | Mujahid Tunvar
સુરતમાં પોલીસની નાક નીચે બે ખતરનાક આરોપીઓ ફરાર થતાં સુરક્ષા વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન

સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બે ગંભીર ગુનાઓના આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થયા હોવાની ચોંકાવનારી ઘટનાઓએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હત્યા અને દુષ્કર્મના આરોપીઓએ પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળતા મેળવી જેના કારણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રથમ ઘટનામાં મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણામાં રહેતા ઉત્તમ ધન ગઢે નામના આરોપીએ નવી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટવાની ઘટના બની છે. ઉત્તમ સામે મે 2025માં કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ખભાની ઈજાને કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉત્તમે પોલીસકર્મીઓને ધક્કો મારીને હાથકડી સાથે ફરાર થવામાં સફળતા મેળવી છે. ખટોદરા પોલીસે આરોપીની શોધખોળ માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- જૂનાગઢ : બીલખા તાલુકાના બેલા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા, કૌટુંબિક ભાઈઓ પર આરોપ

બીજી ઘટનામાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને POCSO એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા શુભમ શર્મા નામના આરોપીએ પણ પોલીસને ચકમો આપ્યો હતો. શુભમને રાજકોટ જેલમાંથી સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવા લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂઆત દરમિયાન તેને ખેંચ આવવાનો ઢોંગ કરી બેહોશ થવાનું નાટક કર્યું, જેના કારણે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે પોલીસની બેદરકારીનો લાભ લઈ ફરાર થવામાં સફળતા મેળવી હતી.

આ બંને ઘટનાઓએ સ્થાનિક પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખટોદરા અને ચોક બજાર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો ગોઠવી છે અને CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને બંને આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે." જોકે, આ ઘટનાઓએ પોલીસની કાર્યક્ષમતા અને હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- કચ્છ : કોરી ક્રીક નજીક 15 પાકિસ્તાની ઝડપાયા; સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Tags :
AbscondingAccusedGujaratCrimeMurdernewcivilhospitalPolicesecurityRapeSuratNews
Next Article