Gujarat rain : મોડાસા અને મેઘરજમાં ધમાકેદાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી
- અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
- મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ
- સાકરીયા,આનંદપુરા કમ્પા, ગોરીટીંબામાં વરસાદ
- વરસાદના કારણે માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસાના સાકરીયા, આનંદપુરા કમ્પા, ગોરીટીંબામાં વરસાદ પડ્યો હતો. મોડાસા માર્કેટયાર્ડમાં પાણી ભરાયા હતા. મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાતા વાહનો ફસાયા હતા. મેઘરજના આંબાવાડીમાં પાણી ભરાયા હતા. મેઘરજના પહડિયા, બેડજ કંભરોડામાં વરસાદ પડ્યો હતો. રામગઢી બાઠીવાડામાં પણ વરસાદ પડ્યો હતો. ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.
મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ
મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા. એઈમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Jamnagar વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી, યોગ કરવાથી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે : મૂળુભાઈ બેરા
મેઘરજ તાલુકાના બે કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ
મોડાસા અને મેઘરજમાં વરસાદની ધમાકેદરા એન્ટ્રી થવા પામી હતી. મેઘરજ તાલુકામાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. મોડાસા શહેરમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. મેઘરજમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad : ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી