દક્ષિણ કાશ્મીરમાં બે ભારતીય સૈનિકો ગુમ, સેનાએ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- Two soldiers missing: દક્ષિણ કાશ્મીરમાં બે ભારતીય સેનાના સૈનિકો થયા ગુમ
- સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના બે જવાનોનો સંપર્ક તૂટી ગયો
- સેનાએ શોધવા માટે સર્ચ અભિયાન શરૂ કર્યું
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ કોકરનાગના ગાડુલ જંગલોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના બે જવાનોનો સંપર્ક તૂટી જતાં તેમને શોધવા માટે મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુમ થયેલા બંને સૈનિકો આર્મીના ચુનંદા પેરામિલિટરી યુનિટના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગુમ થયેલા આ બંને જવાનો 5 પેરા (5 PARA) યુનિટના અગ્નિવીર છે અને તેઓ 6 ઓક્ટોબરથી લાપતા થયા હોવાનું માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે આ બંને જવાનો મંગળવાર રાતથી સેનાના સંપર્કમાંથી બહાર છે. આ વિસ્તારમાં તાજેતરમાં ભારે હિમવર્ષા થઈ હતી જેના લીધે શોધવામાં મુશ્કેલી થઇ રહી છે.
Two soldiers missing: ભારતીય સેનાના સૈનિકો થયા ગુમ
નોંધનીય છે આ પેરાટ્રૂપર્સ મંગળવારે રાત્રે ગાડુલ જંગલોમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનનો ભાગ હતા, જ્યારે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. એક સૂત્રએ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, "આ ઊંડી કોતરો અને અત્યંત ગાઢ જંગલ છે. આ ઉપરાંત, સોમવારે સાંજે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા (Snowfall) પણ થઈ હતી, જેના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.ગાડુલ જંગલો અગાઉ પણ સુરક્ષા દળો માટે પડકારરૂપ સાબિત થયા છે. ૨૦૨૩માં, આ જ જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ દોનચક અને ડીએસપી હુમાયુ મુઝામિલ શહીદ થયા હતા. પોલીસ સૂત્રો કહે છે કે ભૂતકાળમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોએ આ ગાઢ જંગલોમાં પોતાના ઠેકાણાઓ પણ સ્થાપ્યા હતા.જોકે, ગુમ થયેલા બંને જવાનો કયા સંજોગોમાં લાપતા થયા, તે હજુ સ્પષ્ટ નથી. તેમ છતાં, વિસ્તારમાં સેના જંગોલીની તપાસ કરી રહી છે.
Two soldiers missing: સેનાએ સર્ચ અભિયાન હાથ ધર્યું
ઉલ્લેખનીય છે કે પોલીસ સૂત્રો કહે છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ પણ અગાઉ આ જંગલોમાં પોતાના ઠેકાણા સ્થાપ્યા છે. જોકે, બે માણસોના ગુમ થવાના સંજોગો હજુ પણ સ્પષ્ટ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટા સૈન્ય એકમો તૈનાત કરવામાં આવ્યા છે અને જંગલના દરેક ઇંચની શોધખોળ કરી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદીએ આતંકવાદની નીતિને લઇને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર,નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે