Surat : માંગરોળનાં ધામદોડ ગામે Hit and Run માં બે લોકોના મોત, વાહન ચાલક ફરાર
- સુરત નેશનલ હાઈવે પર બે હિટ એન્ડ રનની ઘટના
- એક જ રાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત
- અકસ્માત સર્જી વાહન ચાલકો ફરાર
- કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગત રોજ રાત્રીના સુમારે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. નેશનલ હાઈવે પર એક જ રાતમાં બે હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા. માંગરોળના ધામદોડ ગામે અજાણ્યા વાહને બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત થતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ અકસ્માતની જાણ ઈમરજન્સી એમ્બ્યુલન્સ 108 ને કરતા એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ગંભીર ઈજાઓ થતા બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રસ્તો ક્રોસ કરી રહેલ રાહદારીને વાહને અડફેટે લેતા મોત
જ્યારે અન્ય એક માર્ગ અકસ્માતની ઘટનામાં એક અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલ રાહદારીને અડફેટે લીધો હતો. રાહદારીને ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું.અજાણ્યા વાહનની અડફેટે આવતા રાહદારીનું મોત થયું હતું અકસ્માત સર્જિ બંને વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. કોસંબા પોલીસે બે અજાણયા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળા ઉમટતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડી રહેલા વાહનો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. પોલીસ દ્વારા હાઈવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચોઃ Rajkot : શહેરનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે?
અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થયો
ગોધરાના પરવડી બાયપાસ ચોકડી પાસે પણ અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે બાઈક સવારે 4 વર્ષીય બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. પિતાની નજર સામે જ માસુમ દીકરીએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો હતો. જ્યારે કોટડા ગામનો યુવક દીકરીને બાઈક પર બેસાડી જઈ રહ્યો હતો. ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી ભાગી છૂટ્યો હતો.
આ પણ વાંચોઃ Visavadar by Election - ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં : કિરીટ પટેલ