Surat માં બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે
સુરતમાં સર્જાયેલા બે અકસ્માતની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement
- સુરતમાં બોલેરો પીકઅપ વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે
- અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ થયું મોત
- બોલેરો પિક અપ વાનના ચાલકની ગંભીર બેદરકારી
- પીકઅપ વાન અને અતુલ શક્તિના ટેમ્પો વચ્ચે અકસ્માત
રાજ્યમાં દરરોજ સર્જાતા માર્ગ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત નિવારવા માટે અનેક પગલા ભરવામાં આવ્યા છે. તેમજ લોકો હેલમેટ પહેરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. સુરતમાં બોલેરો પીકઅપ વાન ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બોલેરો પિક અપ વાનના ચાલકની ગંભીર બેદરકારી સામે આવવા પામી હતી. પીક અપ વાન અને અતુલ શક્તિના ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ પીકઅપ વાનનો ચાલક ફરાર થઈ ગયો હતો.

