ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

LALIT UPADHYAY : બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત ઉપાધ્યાયે નિવૃત્તિ જાહેર કરી

LALIT UPADHYAY : આ સફર એક નાના ગામથી શરૂ થયો હતો, જ્યાં મર્યાદિત સંસાધનો હતા, પરંતુ સપનાઓ અમર્યાદિત હતા - લલિત ઉપાધ્યાય
12:35 PM Jun 23, 2025 IST | PARTH PANDYA
LALIT UPADHYAY : આ સફર એક નાના ગામથી શરૂ થયો હતો, જ્યાં મર્યાદિત સંસાધનો હતા, પરંતુ સપનાઓ અમર્યાદિત હતા - લલિત ઉપાધ્યાય

LALIT UPADHYAY : દેશ માટે હોકી રમનારા અને બે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડી (OLYMPIC MEDAL WINNER) લલિત ઉપાધ્યાયે (LALIT UPADHYAY) આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની (RETIRED FROM INTERNATIONAL HOCKEY) જાહેરાત કરી છે. આ વાત તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (INSTAGRAM ACCOUNT) પરથી ફેન્સને જણાવી છે. નિવૃત્તિની જાહેરાત કરતા લલિત ઉપાધ્યાયે લખ્યું કે, "હું આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ સફર એક નાના ગામથી શરૂ થયો હતો, જ્યાં મર્યાદિત સંસાધનો હતા, પરંતુ સપનાઓ અમર્યાદિત હતા. સ્ટિંગ ઓપરેશનનો સામનો કરવાથી લઈને ઓલિમ્પિક પોડિયમ પર ઉભા રહેવા સુધી, એક વાર નહીં, પરંતુ બે વાર, રસ્તો પડકારો, વિકાસ અને અવિસ્મરણીય ગૌરવથી ભરેલો રહ્યો છે."

લલિત ઉપાધ્યાયનું આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા

લલિત ઉપાધ્યા વધુમાં આગળ લખ્યું કે, "26 વર્ષ પછી મારા શહેરમાંથી ઓલિમ્પિયન બનવું એ એવી વસ્તુ છે જેને હું હંમેશા આદર અને કૃતજ્ઞતાથી યાદ રાખીશ. હું મારા પરિવારનો ખૂબ આભારી છું, જેમણે જીવનના દરેક તબક્કે મને ટેકો આપ્યો." તેમણે પોતાના ભાવનાત્મક સંદેશના અંતમાં લખ્યું કે, "હું મારા પહેલા કોચ પરમાનંદ મિશ્રાનો આભારી છું, જેમણે મને હોકીનો પરિચય કરાવ્યો. હરિન્દર સર, જેમણે મને એર ઇન્ડિયામાં પસંદગી કરીને મારો પહેલો બ્રેક આપ્યો. અને સમીરભાઈ અને ધનરાજ સરનો આભારી છું, જેમણે તે સમય દરમિયાન કાળજી અને વિશ્વાસ સાથે મને માર્ગદર્શન આપ્યું. ભારતીય જર્સી પહેરવાની તક આપવા બદલ હોકી દેશનો આભાર. મારામાં વિશ્વાસ રાખનારા અને આ અદ્ભુત સફરમાં મારી સાથે ચાલનારા બધાનો આભાર."

કોણ છે લલિત ઉપાધ્યાય

31 વર્ષીય લલિત ઉપાધ્યાય, જેમણે 2014માં સિનિયર રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું, તેઓએ 'અર્જુન એવોર્ડ' મેળવ્યો છે. તેમને 2017માં 'લક્ષ્મણ એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો છે. FIH પ્રો લીગ સીઝન સમાપ્ત થયા પછી તરત જ લલિત ઉપાધ્યાયે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે 15 જૂને ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી મેચ રમી હતી. વારાણસીના રહેવાસી લલિત ઉપાધ્યાયે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ફોરવર્ડ ખેલાડી તરીકે ભારતને બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પછી, તેમણે 2024 ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો --- IND vs ENG 1st Test : ભારત કે ઈંગ્લેન્ડ... કોનું પલડું ભારે? ચોથો દિવસ નક્કી કરશે જીતનો માર્ગ!

Tags :
formatFROMGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHockeyindianInternationallalitolympiansRetiredStartimeTwoupadhyay
Next Article