Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: ગટરમાં પડેલા 6 વર્ષિય બાળકનું અંતે થયું મોત

Gandhinagar: ગિફ્ટ સિટી લેબર કોલોનીમાં ઝારખંડના શ્રમિક પરિવારનું 6 વર્ષનું બાળક રમતા-રમતા ખુલ્લા બોરવેલમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકને હેમખેમ બહાર કાઢ્યું હતું. જોકે તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે.
gandhinagar  ગટરમાં પડેલા 6 વર્ષિય બાળકનું અંતે થયું મોત
Advertisement
  • Gandhinagar: 6 વર્ષનું બાળક ફસાયુ બોરવેલમાં
  • ગિફ્ટસિટી ફાયર સ્ટેશનની પાછળનો બનાવ
  • ગાંધીનગર અને ગિફ્ટસિટી ફાયર વિભાગ પહોંચ્યું

Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી (Gift City) માં આવેલી લેબર કોલોનીમાં રમતા-રમતા એક 6 વર્ષિય માસૂમ બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. જેનું ગાંધીનગર સિવિલ હોસ્પટલ (Gandhinagar Civil Hospital) માં  મૃત જાહેર કરવામાં આવ્યો છે.

ઝારખંડના પરિવારનું બાળક બોરવેલમાં પડ્યું

મળતી વિગત મુજબ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની લેબર કોલોનીમાં આ ઘટના બની છે. મૂળ ઝારખંડનો શ્રમિક પરિવાર અહીં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારનો 6 વર્ષનો પુત્ર, જેનું નામ હર્ષ છે, તે બપોરના સમયે ઘરની નજીક રમી રહ્યો હતો. દરમિયાન, ત્યાં એક ખુલ્લી ગટર હોવાથી બાળક અચાનક તેમાં પડી ગયો હતો બાળકના પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

Gandhinagar સિવિલ હોસ્પિટલાં દાખલ

ઘટનાની ગંભીરતા જોતા ગાંધીનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસરો અને જવાનોએ ભારે જહેમત બાદ અત્યંત સાવચેતીપૂર્વક બાળકને રીતે બહાર કાઢ્યું હતું. બાળકને બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ. જોકે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું છે.  બાળકનું એકાએક મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Gir Somnath: ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3ના કરુણ મોત

Tags :
Advertisement

.

×