Asia Cup માટે UAEએ ટીમની કરી જાહેરાત, આ ખેલાડીને કમાન સોંપાઇ
- Asia Cup માટે UAE ટીમની જાહેરાત કરવામાં આવી
- એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
- ટીમની કમાન મુહમ્મદ વસીમને સોંપાઇ
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ માટે ગુરુવારે UAE ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ 17 સભ્યોની ટીમની કમાન ઓપનર મુહમ્મદ વસીમને સોંપવામાં આવી છે. UAE ને ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં અન્ય ત્રણ ટીમો ભારત, ઓમાન અને પાકિસ્તાન છે.
Asia Cup માટે UAE ની ટીમ આ દિવસે રમશે મેચ
નોંધનીય છે કે UAE ટીમ બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. ટીમ સોમવાર, 15 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીના ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓમાન સામે ટકરાશે. UAE ટીમ બુધવાર, 17 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં 8 ટીમો વચ્ચે ટાઇટલ જંગ જોવા મળશે . બધી ટીમોને 4-4 ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર ફોર સ્ટેજમાં પહોંચશે, જે રવિવાર, 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Asia Cup માટે UAE ની ટીમ
મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, આર્યનશ શર્મા (વિકેટકીપર), આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસોઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનૈદ સિદ્દીકી, મતિઉલ્લા ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા (વિકેટકીપર, ખાન, રોહિત ખાન, સિમ્મર ખાન)
આ પણ વાંચો: Amit Mishra Retirement : IPL ના હેટ્રિક માસ્ટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી