ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asia Cup માં ભારત સામે UAEની ટીમ 57 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવે 4 વિકેટ લીધી

આજે T20 Asia Cup 2025 માં ભારત અને UAE વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે ગ્રુપ A માં સામેલ બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાઈ રહી છે
09:48 PM Sep 10, 2025 IST | Mustak Malek
આજે T20 Asia Cup 2025 માં ભારત અને UAE વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે ગ્રુપ A માં સામેલ બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાઈ રહી છે
Asia Cup....................................

આજે T20 એશિયા કપ 2025 માં ભારત અને UAE વચ્ચે મેચ રમાઈ રહી છે. આજે ગ્રુપ A માં સામેલ બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાઈ રહી છે. UAE એ ભારતને ફક્ત 58 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Asia Cup  2025 માં UAE ની ટીમ 57 રનમાં ઓલઆઉટ

ટોસ જીતીને ભારતે UAE ને 13.1 ઓવરમાં 13 રનમાં ઓલઆઉટ કરી દીધું. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ UAEનો સૌથી ઓછો સ્કોર છે. સ્પિનર ​​કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબેએ તબાહી મચાવી. કુલદીપે 2.1 ઓવરમાં 7 રન આપીને ચાર વિકેટ લીધી. શિવમે 2 ઓવરમાં ચાર રન આપ્યા બાદ ત્રણ વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી.

 Asia Cup માં   UAE ની ટીમ ભારતના બોલરો સામે ઘૂંટણીએ

પહેલા બેટિંગ કરવા ઉતરેલી UAE ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 26 રન કર્યા હતા. આ પછી, ભારતીય બોલરની આંધી સામે આખી ટીમ સમેટાઇ ગઇ. UAE એ માત્ર 31 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી. UAE વતી અલીશાન શરાફુ (22) એ સૌથી વધુ રન બનાવ્યા. કેપ્ટન મુહમ્મદ વસીમે 19 રન બનાવ્યા. વિકેટકીપર રાહુલ ચોપરા (3) અને હર્ષિત કૌશિક (2) સહિત યુએઈના આઠ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. કુલદીપે નવમી ઓવરમાં ત્રણ વિકેટ લીધી, જેનાથી યુએઈની કમર તૂટી ગઈ. ભારત એશિયા કપનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ આઠ ટાઇટલ જીત્યા છે.

આ પણ વાંચો:   Asia Cup 2025 : અફઘાનિસ્તાનનો પહેલી જ મેચથી દબદબો, હોંગકોંગને 94 રનથી હરાવ્યું

Tags :
Gujarat FirstIndia vs UAE T20 Asia Cup 2025Kuldeep Yadav 4 wickets T20 Asia Cup 2025T20 match India UAEUAE batting collapse India T20 Asia CupUAE lowest T20I score Dubai International Stadium
Next Article