પાકિસ્તાનીઓ ઉપર અરબીઓએ દેશમાં નહીં આવવા માટે લગાવી મહોર
- Pakistan એમ્બેસીએ એક વીડિયો કર્યો શેર
- સોશિયલ મીડિયા પોસ્ટ્સે અશાંતિને વેગ આપ્યો છે
- Pakistan ના નાગરિકોની વધુ સંડોવણી નોંધવામાં આવી
UAE Visa Ban On Pakistani : તાજેતરમાં UAE એ Pakistan ના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું છે. ઘણા Pakistan ના નાગરિકોને UAE જવા માટે વિઝાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. Pakistan ના સેલિબ્રિટી અને બિઝનેસમેન પણ UAE ના વિઝા મેળવી શકતા નથી. UAE માં Pakistan ના રાજદૂત ફૈઝલ નિયાઝ તિર્મીઝીએ પણ સ્વીકાર્યું છે કે Pakistan ને UAE ના વિઝા મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Pakistan ના એમ્બેસીએ એક વીડિયો કર્યો શેર
UAE માં Pakistan એમ્બેસીએ X એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટમાં Pakistan ના રાજદૂત ફૈઝલ નિયાઝ તિર્મિઝી કહી રહ્યા છે, Pakistan ને વિઝા ન મળવાના મુદ્દાને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો તેઓ વિઝા મેળવવા માંગતા હોય, તો Pakistan નાઓ પાસે રિટર્ન ટિકિટ, હોટેલ બુકિંગ અને 3000 દિરહામ પણ હોવા જોઈએ. અમે FIA ને સ્વતંત્રતા આપી છે કે, તેમને જો કોઈ વ્યક્તિ લાગે છે કે તેની પાસે વર્ક વીઝા છે અને તે પ્રવાસ માટે પણ નથી જતો, પરંતુ અન્ય કોઈ ઉદ્દેશ સાથે જાય છે. તો તેને રોકી શકે છે.
આ પણ વાંચો: ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી! US ના નિર્ણયથી નારાજ પુતિન, Ukraine પર પરમાણુ હુમલાના સંકેત
na
સોશિયલ મીડિયા પોસ્ટ્સે અશાંતિને વેગ આપ્યો છે
જોકે UAE માં Pakistan ના નાગરિકો નિયમોનું પાલન કરતા નથી. તેઓ UAE માં આવીને નિયમો વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. UAE ના અધિકારીઓએ UAE માં Pakistan ના રાજદૂત અને સ્થાનિક અધિકારીઓ વચ્ચેની બેઠક દરમિયાન આ ફરિયાદો વ્યક્ત કરી હતી. ત્યારે UAE કેબિનેટે આ મુદ્દાઓને આધારે Pakistan ના નાગરિકો પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો કેટલાક Pakistan દ્વારા UAE સરકારની નીતિઓની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સે અશાંતિને વેગ આપ્યો છે.
Pakistan ના નાગરિકોની વધુ સંડોવણી નોંધવામાં આવી
તે ઉપરાંત વિદેશમાં Pakistan ની તુલના અન્ય સમુદાયના વ્યક્તિઓ કરતા ચોરી, છેતરપિંડી, ભીખ માંગવા, વેશ્યાવૃત્તિ અને ડ્રગ-સંબંધિત ગુનાઓ સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં Pakistan ના નાગરિકોની વધુ સંડોવણી નોંધવામાં આવી છે. ત્યારે UAE એ કહ્યું કે કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેના પરિણામે Pakistan ના નાગરિકો પર વિઝા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: G20 Family Photoમાંથી જો બાઇડેનની સાથે આ બે નેતાઓ પણ થયા ગાયબ?