Uttarakhand : સમાન નાગરિક સંહિતા ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનીને ઇતિહાસ રચ્યો
- ઉત્તરાખંડમાં આજથી યુસીસી લાગુ કરવામાં આવ્યું
- સીએમ પુષ્કર સિંહ ધામીએ પોર્ટલ લોન્ચ કર્યું
- યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
Uttarakhand : ઉત્તરાખંડમાં આજથી, સોમવારે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થઈ ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સત્તાવાર પોર્ટલ લોન્ચ કરતી વખતે આ જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હવે UCC (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. યુસીસીના અમલીકરણની તારીખ પહેલાથી જ 27 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી.
હલાલા પ્રથા, બહુપત્નીત્વ અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે
યુસીસી પોર્ટલ લોન્ચ કરતી વખતે, પુષ્કર સિંહ ધામીએ કહ્યું, 'આજનો દિવસ ફક્ત ઉત્તરાખંડ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.' ટીમે ડ્રાફ્ટ તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે. અમે જનતાને આપેલું વચન પૂર્ણ કર્યું છે. યુસીસી કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તે હવે રાજ્યમાં તમામ ધર્મોની મહિલાઓને સમાન અધિકારો મળશે. યુસીસી દ્વારા મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે. હલાલા પ્રથા, બહુપત્નીત્વ અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
UCC લાગુ થતા થશે આ ફેરફારો
- આ સિવાય રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમજ છોકરીઓના લગ્નની ઉંમર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. એટલે કે છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ હશે.
- UCC લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, અન્ય ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
- લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય છે તો જન્મેલા બાળકને પણ વિવાહિત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે
- UCC લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે. વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે.
- યુનિફોર્મ સિવિલ કોડના નિયમો અને કાયદામાંથી હાલ અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે.
- UCC લાગુ થયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામસભા સ્તરે પણ ઉપલબ્ધ રહેશે.
- કોઈપણ વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો આ બાબતોને તેમના અંગત કાયદા દ્વારા ઉકેલે છે.
- ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કપલ્સ માટે લિવ-ઈન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. જો દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય તો તેમણે રજિસ્ટ્રેશન દરમિયાન તેમના માતા-પિતાનો સંમતિ પત્ર પણ આપવો પડશે.
આ પણ વાંચો: Jagannath Temple Dilipdasji : પ્રયાગરાજ ગયા વગર પણ મળી શકે છે મહાકુંભનું પુણ્ય