ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Udaipur Files ના ફિલ્મ મેકર મળી ધમકી, સોશિયલ મીડિયામાં માહિતી આપી

Udaipur Files : ફિલ્મ ડાયરેક્ટરે પોતાના ટ્વીટમાં, પીએમ નરેન્દ્ર મોદી, યુપી સરકાર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે
03:43 PM Aug 10, 2025 IST | PARTH PANDYA
Udaipur Files : ફિલ્મ ડાયરેક્ટરે પોતાના ટ્વીટમાં, પીએમ નરેન્દ્ર મોદી, યુપી સરકાર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે

Udaipur Files : એક્ટર વિજય રાજ (Bollywood Acter Vijay Raaz) ની વિવાદાસ્પદ ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' (Udaipur Files) ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. 2022 માં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર આધારિત આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણા વિવાદો ઉભા કરી ચૂકી છે. હવે વાત સામે આવી છે કે, ફિલ્મની રિલીઝના એક દિવસ પછી ફિલ્મ નિર્માતા અમિત જાનીને જાનથી મારી (Death Threat) નાંખવાની ધમકીઓ મળી છે. ફિલ્મ નિર્માતાએ X પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. હાલના સમયમાં તેમની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

X પર શેર કરેલી પોસ્ટ

અમિત જાની (Amit Jani) એ તેના X પર એક પોસ્ટ શેર કરતી વખતે એક નંબર વિશે માહિતી આપી છે. તેણે કહ્યું, 'મને અજાણ્યા નંબરથી જાનથી મારી નાંખવાની ધમકીઓ (Death Threat) મળી રહી છે. આ નંબર પરથી મને બોમ્બથી ઉડાવી દેવાની, ગોળી મારી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આ સાથે ઘણો દુર્વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે. ધમકી આપનાર વ્યક્તિ પોતાને બિહારનો રહેવાસી જણાવી રહ્યો છે, અને પોતાનું નામ તબરેઝ પણ જણાવી રહ્યો છે. તેની સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવી જોઈએ.'

સરકારને મદદ માટે અપીલ કરી

અમિત જાનીએ પોતાના ટ્વીટમાં, પીએમ નરેન્દ્ર મોદી, યુપી સરકાર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે. તેમણે સરકારને ધમકી (Death Threat) આપનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાનો આગ્રહ પણ કર્યો છે. અમિત જાનીએ એમ પણ કહ્યું કે, 'મને ધમકી આપનાર વ્યક્તિએ મને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે, જો તમારામાં હિંમત હોય તો ગૃહ મંત્રાલયને કોલ વિશે જાણ કરો. આ પછી અમિતે ગૃહ મંત્રાલયને પણ મદદ માટે અપીલ કરી છે અને ધમકી આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.'

ફિલ્મ પર વિવાદ શું છે ?

થોડાક સમય પહેલા ઉદયપુર ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે. ફિલ્મમાં વર્ષ 2022માં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા બતાવવામાં આવી છે. જેનું પાત્ર વિજય રાજે સારી રીતે ભજવ્યું છે. પરંતુ ફિલ્મનો વિરોધ કરતા સમયે કેટલાક લોકોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ સાથે, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ દેશમાં નફરત ફેલાવવાનું કામ કરશે. આ બધાની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતાઓએ તેને 8 ઓગસ્ટે જ રિલીઝ કરી દીધી.

આ પણ વાંચો ----- Shilpa Shetty બહેન માટે શોધી રહી છે મુરતિયો, કપિલના શૉમાં શમિતાને આપ્યા ડેટિંગ ઓપ્શન

Tags :
#UdaipurFilesDeathThreatGujaratFirstgujaratfirstnewsProducerSocialmedia
Next Article