Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુગાન્ડામાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત,63 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

યુગાન્ડાના ગુલુ હાઇવે પર બે બસ અને અન્ય બે વાહનો વચ્ચેની ગમખ્વાર ટક્કરમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે બે બસ ડ્રાઇવરોએ ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે, અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા છે.
યુગાન્ડામાં બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત 63 લોકોના મોત  અનેક લોકો ઘાયલ
Advertisement
  • Uganda Bus Accident:  યુગાન્ડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • આ અકસ્માતમાં 63 લોકોના મોત
  • ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

યુગાન્ડામાં ગમખ્વાર અકસ્માતના (Uganda Bus Accident) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 63 લોકોના મોત નિપજ્યા છે,જયારે અનેક લોકો ઘાયલ થયા છે.યુગાન્ડાના ગુલુ શહેર તરફ જતા હાઇવે પર બે બસો અને અન્ય બે વાહનો વચ્ચે આ ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે કાફલા સાથે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Uganda Bus Accident:  યુગાન્ડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર કિરિયાન્ડોંગો શહેર (Kiryandongo)  નજીક વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી રહેલા બે બસ ડ્રાઇવરોએ અન્ય વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસમાં તેઓ એકબીજા સાથે અથડાઈ ગયા.આ ભયાનક અકસ્માતમાં 63 લોકોના મોત નિપજ્યા છે,જ્યારે અનેક લોકો ગંભીર ઘાયલ થયા છે. .યુગાન્ડા રેડ ક્રોસના પ્રવક્તા ઇરેન નાકાસિતાએ આ ઘટનાને "મોટી દુર્ઘટના" ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ઘાયલોના હાથ-પગ ભાંગી ગયા હતા અને અનેક લોકો ગંભીર છે.

Advertisement

Uganda Bus Accident: પોલીસે આ અકસ્માતની તપાસ શરૂ કરી

નોંધનીય છે કે યુગાન્ડા અને પૂર્વ આફ્રિકાના અન્ય ભાગોમાં માર્ગ અકસ્માતો સામાન્ય છે, જેનું એક મુખ્ય પરિબળ રસ્તાની પહોળાઈ ઓછી છે. પોલીસના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આ અકસ્માતો માટે વધુ ગતિ (સ્પીડિંગ) અને ડ્રાઇવિંગમાં બેદરકારીના કારણે થયો છે.  .પોલીસે આ ગંભીર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. એક નિવેદનમાં, પોલીસે દેશના તમામ ડ્રાઇવરોને રસ્તાઓ પર મહત્તમ સાવધાની રાખવા અને ખતરનાક તેમજ બેદરકારીપૂર્વક ઓવરટેકિંગ ટાળવા વિનંતી કરી છે, જે દેશમાં અકસ્માતોના મુખ્ય કારણોમાંનું એક છે.

આ પણ વાંચો:  Jaish-e-Mohammed એ મહિલાઓને આતંકવાદી બનાવવા ઓનલાઈન કોર્સ શરૂ કર્યો, મસૂદ અઝરની બહેનો કરશે લીડ

Tags :
Advertisement

.

×