ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સનાતન સંતો-મહંતોનું સ્વામિનારાયણ સંપ્રદાયને અલ્ટિમેટમ, 14 મુદ્દાના ઠરાવ પસાર..વાંચો, તમામ ઠરાવ

ઇનપુટ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ સાળંગપુર (Salangpur) હનમુાનજીની વિરાટ પ્રતિમાની નીચે લગાવાયેલા હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવવાનો ભલે નિર્ણય કરાયો હોય પણ સનાતન ધર્મના સંતો હજું પણ આકરા પાણીએ છે. આજે લીંબડી ખાતે યોજાયેલા ધર્મ સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ મહત્વના નિર્ણય...
12:52 PM Sep 05, 2023 IST | Vipul Pandya
ઇનપુટ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ સાળંગપુર (Salangpur) હનમુાનજીની વિરાટ પ્રતિમાની નીચે લગાવાયેલા હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવવાનો ભલે નિર્ણય કરાયો હોય પણ સનાતન ધર્મના સંતો હજું પણ આકરા પાણીએ છે. આજે લીંબડી ખાતે યોજાયેલા ધર્મ સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ મહત્વના નિર્ણય...
ઇનપુટ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
સાળંગપુર (Salangpur) હનમુાનજીની વિરાટ પ્રતિમાની નીચે લગાવાયેલા હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવવાનો ભલે નિર્ણય કરાયો હોય પણ સનાતન ધર્મના સંતો હજું પણ આકરા પાણીએ છે. આજે લીંબડી ખાતે યોજાયેલા ધર્મ સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ મહત્વના નિર્ણય કર્યો હતો જેમાં ગુજરાતના સંતો અને મહંતોની ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત સંમેલનમાં કેટલાક મહત્વના મુદ્દાના ઠરાવો પસાર કરાયા હતા. આવો જાણીએ આ ક્યા ઠરાવો છે.
ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય
લીંબડી ધર્મ સંમેલનમાં મહત્વની જાહેરાત કરાઇ હતી જેમાં  ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. આ સમિતિમાં સમગ્ર ગુજરાતના સંતો મહંતોની નિમણૂક કરવામાં આવશે અને  સનાતન ધર્મનાં નામે કરવામાં આવતાં  ગેરકાયદેસર કૃત્યો પર રોક લગાવવામાં  આવશે.
 આ સંમેલનમાં આ મુજબના ઠરાવો પસાર કરાયા હતા
ચૈતન્ય શંભુ મહારાજે શું કહ્યું
આ સંમેલનમાં  ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે છેલ્લા 11 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. હનુમાનજીની મૂર્તિ મૂકવા  આવી પછી તેમનું અપમાન કરવામાં આવ્યું..વારંવાર અપમાન અને મહાદેવનું અપમાન કરવામાં આવ્યું છે.ભગવાન હોય તો પેસાબ કરી અને બ્રહ્મા તણાઇ ગયા એવું બોલે એના બીજમાં કોઈ લોચો હોય તો જ આવું બોલે...તેમણે કહ્યું કે  કોઈની નમ્રતાને નબળાઈ માનવાની જરૂર નથી..હિન્દુ એક બને અને હિન્દુ એક થાય...જેટલું મોડું કરશો તેટલું પરિણામ મોડું આવશે... તેમણે કહ્યું કે એ સાહિત્ય હટાવું પડશે. જે તમારી વાહવાહી માટે બનાવ્યું છે.હાલ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીને હટાવી દીધા...હાલ અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બનાવ્યા છે.આગામી દિવસોમાં વિધિવત નિમણુક થઈ જશે....
લલિત કિશોર બાપુએ શું કહ્યું
સંમેલનમાં લલિત કિશોર બાપુએ કહ્યું કે આજે લીમડી ખાતે ગુજરાતના તમામ સંતો જેમને મળવા માટે સમય લેવો પડે છે તે બધા ભેગા થાય છે..તેમણે કહ્યું કે ભગવાનને બદનામ કરવા માટે ખોટા ગ્રંથ લખવામાં આવ્યા છે..બધા સંતોને વિનંતી છે. ખોટી વાણી વિલાસ ના હોય.બધા સંતો આવ્યા છે, બધાને વિનતી છે કે સાથે મળી ને લડીએ.દુનિયાના જગત ગુરુની  ટીપણી યોગ્ય નથી..સનાતન ધર્મ પર ટીપણી કરતા ને નહી ચલાવી લેવાય....
આ પણ વાંચો----વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન
Tags :
lord hanumanji maharajSalangpurSalangpur Controversysanatan dharmSwaminarayan Controversy
Next Article