Gujarat BJP : ઉનામાં હર્ષાબેન રાઠોડ અને પાલીતાણામાં સુલોચનાબેન મકવાણા બન્યા નગરપાલિકાના પ્રમુખ
- Gujarat BJP : ઉનામાં હર્ષાબેન રાઠોડ પ્રમુખ અને મિતેશ શાહ ઉપપ્રમુખ
- રાજલ બારોટને કોઈ પદ નહીં, પ્રથમ વખત બન્યા છે સદસ્ય
- પાલિતાણામાં સુલોચનાબેન મકવાણા બન્યા નવા પ્રમુખ
- ભાવનગરની ત્રણેય નગરપાલિકાઓમાં નવા સુકાનીઓની વરણી
Gujarat BJP : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો સોંપવાની પ્રક્રિયા તેજ બની છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની ઉના નગરપાલિકા (Una Municipality) ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપ શાસિત આ પાલિકામાં પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ (Harshaben Rathod) અને ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહની પસંદગી કરવામાં આવી છે.
Gujarat BJP : ઉના પાલિકાના 9 વોર્ડની તમામ બેઠકો પર ભાજપે મેળવી હતી જીત
આ ઉપરાંત, ઘનશ્યામઉના પાલિકાના 9 વોર્ડની તમામ 36 બેઠકો પર ભાજપે જીતભાઈ જોશીને કારોબારી ચેરમેન (Executive Chairman) તરીકેની જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉના પાલિકાના 9 વોર્ડની તમામ 36 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. જોકે, ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટ (Rajal Barot), જેઓ પ્રથમ વખત ભાજપ તરફથી ચૂંટાઈ આવ્યા છે, તેમને કોઈ હોદ્દો મળ્યો નથી.
પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ પદે સુલોચનાબેન મકવાણાની વરણી
બીજી તરફ, ભાવનગર જિલ્લા (Bhavnagar District) ની ત્રણ નગરપાલિકાઓમાં પણ નવા સુકાનીઓની વરણી થઈ છે. પાલીતાણા, વલ્લભીપુર અને મહુવા નગરપાલિકામાં ભાજપનું શાસન (BJP Rule) સ્થપાયું છે. પાલીતાણા નગરપાલિકા (Palitana Municipality) માં પ્રમુખ પદે સુલોચનાબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે વિરેન્દ્ર સિંહ સરવૈયાના નામ પર મોહર લાગી છે. નગરપાલિકાના સભાખંડમાં મળેલી પ્રથમ બોર્ડની બેઠકમાં સત્તાવાર રીતે આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.
ભાવનગરની પાલીતાણા નપામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
પાલીતાણા નપામાં સુલોચનાબેન મકવાણાની પ્રમુખે પદે વરણી
પાલીતાણા નપામાં ઉપપ્રમુખ પદે વિરેન્દ્રસિંહ સરવૈયાની વરણી#PalitanaMunicipality #SulochanabenMakwana #VirendrasinhSarvaiya #PalitanaNews #BhavnagarPolitics pic.twitter.com/EsRBk18ZZj— Gujarat First (@GujaratFirst) May 19, 2026
વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભારે ઘમાસાણ
આ તરફ ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભારે ઘમાસાણ જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ થઈ છે. બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખ નક્કી કરવામાં અસમર્થ બની છે. કોંગ્રેસના 20 નગરસેવકો સાથે ધારાસભ્યની બેઠક કરવામાં આવી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં ભાજપના અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.


