Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UNA : નિવૃત્ત પ્રોફેસરનાં ઘરે ગણપતિ દાદાની મૂર્તિનાં ચમત્કારનું તથ્ય શું ? હકીકત જાણવા પહોંચ્યું Gujarat First

એવો દાવો છે કે ગણપતિ દાદાની આ મૂર્તિ સચોટ જવાબ આપે છે. જો તમારા પ્રશ્નોનાં જવાબ ભગવાન આપવા માગે છે તો આ મૂર્તિ હળવા ફૂલ જેવી થઈ જાય છે...
una   નિવૃત્ત પ્રોફેસરનાં ઘરે ગણપતિ દાદાની મૂર્તિનાં ચમત્કારનું તથ્ય શું   હકીકત જાણવા પહોંચ્યું gujarat first
Advertisement
  1. Gujarat First નો શ્રદ્ધા પર સૌથી મોટો રિપોર્ટ
  2. એક એવી મૂર્તિ જેની સૌરાષ્ટ્રભરમાં શરૂ થઈ ચર્ચા
  3. ઊનામાં ગણપતિ બાપાનો ચમત્કાર થતો હોવાનો દાવો
  4. એક એવી મૃર્તિ જે પળમાં ફૂલ જેવી હળવી થવાનો દાવો!
  5. બાપાની એ જ મૂર્તિ પળમાં જ ભારે ભરખમ થવાનો દાવો!

એવું કહેવાય છે કે જો શ્રદ્ધા હોય તો પત્થરમાં પણ ભગવાન મળી જાય છે. મૂર્તિઓ દ્વારા દૂધ પીવાનાં અનેક સમાચાર અગાઉ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. ત્યારે હવે ઊનામાંથી (Una) વધુ એક ચમત્કારનો દાવો કરાયો છે. ઊનામાં એક નિવૃત્ત પ્રાધ્યાપકનાં ઘરે પ્રસ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિ સચોટ જવાબ આપે છે એવો દાવો કરાયો છે. 'હા કે ના' જવાબ આપતી આ મૂર્તિની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આ દાવાની હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, ગુજરાત ફર્સ્ટ એવા કોઈ પણ દાવાની પુષ્ટિ કરતું નથી. ગુજરાત ફર્સ્ટનો આશય ચમત્કાર અંગે માત્ર અહેવાલ દર્શાવવાનો છે.

આ પણ વાંચો - Gandhinagar : પોલીસ ભરતી બોર્ડ અંગે મહત્ત્વનાં સમાચાર, IPS Neeraja Gotru ની ચેરમેન તરીકે નિયુક્તિ

Advertisement

ગણપતિ દાદાની મૂર્તિ સચોટ જવાબ આપતી હોવાનો દાવો

ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) આવેલા ઉનામાં રહેતા નિવૃત્ત પ્રોફેસર પ્રમોદચંદ્ર ત્રિવેદીએ એવો દાવો કર્યો છે કે તેમના ઘરે ગણપતિ બાપાની એક એવી મૂર્તિ છે જે પળમાં ફૂલ જેવી હળવી અને પળમાં ભારે ભરખમ થઈ જાય છે. એવો દાવો છે કે ગણપતિ દાદાની (Ganpati Dada) આ મૂર્તિ સચોટ જવાબ આપે છે. જો તમારા પ્રશ્નોનાં જવાબ ભગવાન આપવા માગે છે તો આ મૂર્તિ હળવા ફૂલ જેવી થઈ જાય છે અને મૂર્તિને ઉઠાવી શકાય છે. પરંતુ, જો જવાબ આપવા ઇચ્છતા ના હોય તો મૂર્તિ ભારે ભરખમ થઈ જાય છે. આ ચમત્કાર અને તેના પાછળની હકીકત જાણવા ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પ્રયાસ કર્યો હતો અને ગુજરાત ફર્સ્ટની ટીમ ઊના નિવૃત્ત પ્રાધ્યાપકનાં ઘરે પહોંચી હતી.

Advertisement

નિવૃત્ત પ્રોફેસર પ્રમોદચંદ્ર ત્રિવેદીનાં ઘરે છે ગણપતિ આ દાદાની મૂર્તિ

ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતા દાવાની હકીકત જાણવા નિવૃત્ત પ્રોફેસર પ્રમોદચંદ્ર ત્રિવેદીનાં ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમના ધર્મપત્ની ભૈરવીબેન અને પુત્ર સર્વેશ્વર પણ હાજર હતા. ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ ગણપતિ દાદાની મૂર્તિનાં પ્રત્યક્ષ રીતે દર્શન કર્યાં હતા અને અનુભવ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતાએ જે અનુભવ્યું તે કેમરામાં કેદ થયું હતું. જો કે, ગુજરાત ફર્સ્ટ કથિત ચમત્કાર અંગે કોઈ દાવો કરતું નથી. ગુજરાત ફર્સ્ટનો આશય ચમત્કાર અંગે માત્ર અહેવાલ દર્શાવવાનો છે. મૂળ પેટલાદના વતની નિવૃત્ત પ્રોફેસર પ્રમોદચંદ્ર ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, હાલમાં નર્મદા (Narmada) જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રોજઘાટ ગામે શ્રી ઊમ્બા હનુમાનજીનું મંદિર છે, જ્યાં તેઓ પ્રથમવાર પોતાની ધર્મપત્ની ભૈરવીબેન અને પુત્ર સર્વેશ્વર સાથે 10 નવેમ્બર, 2023 શુક્રવારે આસો વદ તેરસ, ધનતેરસે દર્શન કરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે, ત્યાં 21 કિલો મૂળ વજનની ગણપતિ દાદાની એક જવાબ આપતી મૂર્તિ છે, તેના દર્શન કર્યા અને કંઈક સત્ય અનુભવ્યું.

આ પણ વાંચો - BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!

મછુંન્દ્રી ઋષિતિયા નદીમાં દાદાની મૂર્તિ મળી હોવાનો દાવો

તેમણે આગળ કહ્યું કે, ત્યાર બાદ 5 ઓગસ્ટ 2024 નાં રોજ તેઓ તેમની પત્ની ભૈરવીબેન, મિત્ર ભાવેશભાઈ મેવાડા, મૌલિકભાઈ બારિયા તથા અરવિંદભાઈ ગોહિલ આણંદવાળા બધા સાથે ત્યાં ગયા હતા. સૌએ ત્યાં પહોંચી ગણપતિ દાદાનો અનુભવ કર્યો હતો. હેમેન્દ્રભાઈ, ભાવેશભાઈના મનમાં એક વિચારે બીજ રોપાયું કે આ ગણપતિ દાદા ઊના (UNA) આવે અને સૌરાષ્ટ્રની (Saurashtra) ભોળી પ્રજાને મદદ કરે. નિવૃત્ત પ્રોફેસરનાં દાવા અનુસાર, ગણપતિ દાદાનાં આધ્યાત્મિક માર્ગદર્શન મુજબ 4 સપ્ટેમ્બર 2024 બુધવારે ભાદરવા સુદ એકમનાં રોજ બરાબર એક મહિનામાં જ તપોવન મંદિરની પાછળ, ચાચકવડ જવાના રસ્તા પર મછુંન્દ્રી ઋષિતિયા નદીમાં દાદાની મૂર્તિ મળી હતી, જેને ઘરે લાવ્યા હતા. જો કે, હજુ પણ આ મૂર્તિ પર હેમેન્દ્રભાઈ ત્રિવેદીનું સંશોધન ચાલુ છે.

DISCLAIMER: આ અહેવાલ દર્શાવવા પાછળ ગુજરાત ફર્સ્ટનો આશય, કોઈપણ રીતે કોઈ દાવાની પુષ્ટિ કરવા માટેનો નથી. ન તો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનું પ્રમાણ આપવાનો છે. આ અહેવાલનો હેતુ કથિત ચમત્કાર અંગેનું કેમેરામાં કેદ તથ્ય દર્શાવવાનો છે. અમે આસ્થાનું સન્માન કરીએ છીએ પરંતુ, આ અહેવાલ અંતર્ગત કોઈપણ વ્યક્તિએ કરેલાં દાવા-પ્રતિદાવા જે-તે વ્યક્તિનાં અંગત છે. તે અંગે ગુજરાત ફર્સ્ટ કોઈ પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - VADODARA : શુભપ્રસંગો શરૂ થતા તસ્કરોએ પાર્ટી પ્લોટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

Tags :
Advertisement

.

×