Surat : અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સામે 28 ગુના, તિહાર જેલમાં રહી સાધુ બન્યો, CID ક્રાઈમ સુરત લાવી
- અંડરવર્લ્ડ માફિયા પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડેની ધરપકડ
- સુરતમાંથી હીરા વેપારીના અપહરણ અને હત્યાને કેસમાં ધરપકડ
- 21 વર્ષ જૂના કેસમાં અંતે માફિયા બંટી પાંડે પર સકંજો
એક સમયમાં છોટા રાજન ગેંગનાં સાગરીત બંટી પાંડેને સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ટ્રાન્સફર વોરંટનાં આધારે ધરપકડ કરી છે. ગુનાહિત દુનિયાથી દૂર જઈ સંત બની આધ્યાત્મનાં માર્ગે જવાનો પ્રયત્ન કરનાર પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા 21 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
ટ્રાન્સફર વોરંટનાં આધારે સુરત લવાયો
સુરતમાં વર્ષ 2004 માં થયેલ હીરાનાં વેપારીનું અપહરણ અને હત્યા કેસ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા અંડવર્લ્ડ માફિયા પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડેની ધરપકડ કરી છે. ઉદ્યોગપતિનાં પુત્રનાં અપહરણ-હત્યા કેસમાં ધરપકડ કરી છે. હાલ આરોપીની સુરત સીઆઈડી દ્વારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક સમયે છોટા રાજન ગેંગનો સાગરીત એવા પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડે જે તિહાર જેલમાં કાપી રહ્યો હતો. તેની સીઆઈડી ક્રાઈમ દ્વારા 21 વર્ષ જૂના સુરતનાં હીરાનાં વેપારીનું અપહરણ અને મર્ડર કેસમાં સંડોવણી સામે આવતા તેને ટ્રાન્સફર વોરંટનાં આધારે સુરત લાવવામાં આવ્યો છે.
આરોપી સામે 28 ગુન્હા નોંધાયેલા છે
હાલ આરોપી સુરત સીઆઈડી ક્રાઈમનાં કબ્જામાં છે. તેમજ આરોપી છોટા રાજન ગેંગનો સાગરીત હતો. તે સમયે તેની સામે અહરણ, હત્યા, ખંડણી સહિતનાં કુલ 28 જેટલા ગુન્હા નોંધાયેલ હતા. તેમજ ચાર ગુનામાં આરોપીને આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. આરોપી વર્ષ 2011 માં અલમોડા જેલમાં હતો. જે બાદ તેને તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2011 માં બંટી પાંડેને વિયેતનામ ખાતેથી ઈન્ટરપોલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો. બંટી સામે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યમાં ગુનાઓમાં સંડોવાયેલ છે.
આ પણ વાંચોઃ Kajal Hindustani : ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરાય છે..!
હીરાનાં વેપારીની હત્યા કેસમાં સંડોવણી
વર્ષ 2004 માં સુરતનાં મહિધરપુરાના હીરાનાં વેપારી રાજેશ ભટ્ટનાં અહરણ અને હત્યા બંટી ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. તેમજ રાજેશ ભટ્ટનાં અપહરણ બાદ અપહરણકારો દ્વારા રાજેશ ભટ્ટનાં પરિવારજનો પાસે ખંડણી પેટે રૂપિયા બે કરોડની માંગણી કરવામાં આવી હતી. પરંતું રાજેશ ભટ્ટનાં પરિવારજનો તરફથી પૈસા ન મળતા રાજેશ ભટ્ટની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં સુરત સીઆઈડી ક્રાઈમ અને સુરત ક્રાઈમ બંટી પાંડેની કેસ મામલે ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat ACB ની કામગીરીનો ભાંડો તકેદારી આયોગે ફોડ્યો, એસીબીમાં ગોઠવણ કે બેદરકારી ?