ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Fake Video મામલે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની પ્રેસ કોન્ફરન્સ, જણાવી સમગ્ર હકીકત

Amit Shah Press Conference: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તમને જણાવી દઈએ કે, અમિત શાહેર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ 370 ખતમ કરવા માટે કર્યો, કોરોના...
11:24 AM Apr 30, 2024 IST | VIMAL PRAJAPATI
Amit Shah Press Conference: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તમને જણાવી દઈએ કે, અમિત શાહેર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ 370 ખતમ કરવા માટે કર્યો, કોરોના...
Union Home Minister Amit Shah press conference

Amit Shah Press Conference: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તમને જણાવી દઈએ કે, અમિત શાહેર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ 370 ખતમ કરવા માટે કર્યો, કોરોના સામે લડવા માટે કર્યો, અંગ્રેજોના કાયદા બદલીને ભારતીય પદ્ધતિથી કાનુન લાગવ્યા અને ત્રિપલ તલાકને ખતમ કર્યું. આ બાદ કોર્ડના આદેશ બાદ રામ મંદિર બનાવવા માટે અમારી સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવીને લોકોને ભરમાવે છેઃ અમિત શાહ

અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવીને લોકોને ભ્રમ ફેલાવવા માંગ છે. ભારતીય જનતા પાર્ટીએ SC, ST અને OBC માટે હંમેશા અનામતનું સમર્થન કર્યું છે અને તેમને અનામતના સંરક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વાત નરેન્દ્ર મોદી અનેક વાર બોલ્યા છે. SC, ST અને OBCના આરક્ષણને લઈને ડેટા દાખલ કર્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.

ફેક વીડિયો મામલે અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સૌપ્રથમ કોંગ્રેસે સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપી, તેના કારણે ઓબીસીનું અનામત કાપી નાખ્યું. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા આરક્ષિત કરી દેવામાં આવ્યો, તેના કારણે ઓબીસીના અનામતમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને ખતમ કરવા અને એસસી, એસટી અને ઓબીસીને ન્યાય આપવા માટે કામ કરીશું.

અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

આ સાથે કોંગ્રેસ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, તેમની હતાશા અને નિરાશા એટલી હદે પહોંચી ગઈ છે કે તેમણે મારા અને ભાજપના કેટલાક નેતાઓના નકલી વીડિયો બનાવીને જાહેરમાં ફોરવર્ડ કર્યા છે. સદભાગ્યે, મેં જે કહ્યું તેનો રેકોર્ડ હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચે લાવવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોકસભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.

આ પણ વાંચો: AMIT SHAH IN GUJARAT: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

આ પણ વાંચો: C.R.Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીને..!

આ પણ વાંચો:  ગૃહમંત્રી અમિત શાહનો FAKE VIDEO વાયરલ, જાણો સમગ્ર મામલો

Tags :
Amit Shah press conferenceHome Minister Amit ShahHome Minister Amit Shah press conferencenational newspolitical newsPress ConferenceUnion Home Minister Amit ShahUnion Home Minister Amit Shah press conferenceVimal Prajapati
Next Article