Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viramgam : PM મોદીએ પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે : CR પાટીલ

પીએમ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતમાં જળક્રાંતિ આવી છે : CR પાટીલ
viramgam   pm મોદીએ પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે   cr પાટીલ
Advertisement
  1. કેન્દ્રીય મંત્રી CR પાટીલ Viramgam નાં વણીની મુલાકાતે
  2. જળસંચય અને ભાગીદારી આંદોલનને લઈને મુલાકાત
  3. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક પ્રોજેક્ટ સંપન્ન થયા : CR પાટીલ

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ વિરમગામ (Viramgam) તાલુકાનાં વણી ગામની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) નેતૃત્વમાં અનેક પ્રોજેક્ટ સંપન્ન થયા છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતમાં જળક્રાંતિ આવી છે. CR પાટીલે આગળ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, તેનો ઉકેલ લાવીશું. સી.આર. પાટીલે (CR Patil) જળસંચય અને ભાગીદારી આંદોલનને લઈને વાણી ગામની મુલાકાત લીધી હતી. ત્યારે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ હર્ષદ ગૌસ્વામી સહિત નેતાઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Anand : ન.પા. કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી! BJP એ કરી આ કડક કાર્યવાહી!

Advertisement

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અનેક પ્રોજેક્ટ સંપન્ન થયા છે : CR પાટીલ

કેન્દ્રીય મંત્રી CR પાટીલ આજે વિરમગામનાં (Viramgam) વણી ગામે પહોંચ્યા હતા. અહીં, જળસંચય અને ભાગીદારી આંદોલન સંબંધિત યોજાયેલા કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. તેમની સાથે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel), અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ હર્ષદ ગૌસ્વામી (Harshad Gauswami) સહિત અમદાવાદ કલેક્ટર, નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. દરમિયાન, CR પાટીલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અનેક પ્રોજેક્ટ સંપન્ન થયા છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતમાં જળક્રાંતિ આવી છે. તેમણે આગળ કહ્યું કે, ગામડે ગામડે નર્મદાનાં નીર પહોંચ્યા છે. છેક કચ્છનાં છેવાડે સુધી નર્મદાનાં (Narmada) નીર પહોંચ્યા છે.

આ પણ વાંચો - Morbi : જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે : જયંતિ પડસુંબિયા

'મોદી સાહેબ પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે'

CR પાટીલે આગળ કહ્યું કે, હાલ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, તેનો પણ ઉકેલ જલદી લાવીશું. મોદી સાહેબ (PM Narendra Modi) પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે. PM મોદીનાં જળસંચય અભિયાનને આપણે પણ ટેકો આપવો જોઈએ. તેમણે કહ્યું કે, પહેલા ગામમાં બહેનોને પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. પરંતુ, હવે 'નલ સે જલ' યોજના થકી અનેક બહેનને રાહત થઈ છે. આજે દરેક ધર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચી રહ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : 'અહિંસા પરમો ધર્મ' નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા : RP પટેલ

Tags :
Advertisement

.

×