કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ Surat ની મુલાકાતે, મહારાષ્ટ્રનાં CM અને અજમેર દરગાહ સરવે અંગે કહી આ વાત!
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ Surat ની મુલાકાતે
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનાં કોંગ્રેસ પર પ્રહાર
- અજમેર દરગાહ સરવે મુદ્દે કેન્દ્રીય મંત્રીનું નિવેદન
- મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી : ગિરિરાજસિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સુરતની (Surat) મુલાકાતે છે. આજે તેમણે ટેક્સટાઇલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આવતીકાલે ઉદ્યોગકારો સાથે બેઠક કરવાનાં છે. દરમિયાન, તેમણે કહ્યું કે, દેશમાં સુરત કાપડનગરી તરીકે ઓળખાય છે. વર્ષ 2030 સુધીમાં 350 બિલિયન ડોલર ટેક્સટાઈલ સાઈઝ બનાવશે. 350 ડોલરની માર્કેટ સાઈઝમાં મુખ્ય ભૂમિકા સુરતની છે. આ સાથે તેમણે મહારાષ્ટ્રના CM અંગે અને અજમેર દરગાહ સરવે અંગે નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો - Junagadh : મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર, પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ!
દેશમાં સુરત કાપડનગરી તરીકે ઓળખાય છે: ગિરિરાજસિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ (Giriraj Singh) સુરતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે ટેક્સટાઇલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, દેશમાં સુરત કાપડનગરી તરીકે ઓળખાય છે. વર્ષ 2030 સુધીમાં 350 બિલિયન ડોલર ટેક્સટાઈલ સાઈઝ બનાવશે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં 100 કરોડ ડોલર એક્સપોર્ટનો નિર્ધાર છે. તેમણે કહ્યું કે, 350 ડોલરની માર્કેટ સાઈઝમાં મુખ્ય ભૂમિકા સુરતની (Surat) છે. આ સાથે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી (Maharashtra CM) અંગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. આજે રાત સુધીમાં મહારાષ્ટ્રના CM નું નામ નક્કી થશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપના (BJP) જ મુખ્યમંત્રી બનશે.
आज वस्त्र नगरी सूरत में नवसारी पीएम मित्रा पार्क को लेकर दिल्ली और गुजरात के अधिकारियों संग समीक्षा बैठक की। अधिकारियों को मिशन मोड पर कार्य तेज़ी से आगे बढ़ाने और नियमित प्रगति अपडेट सुनिश्चित करने के निर्देश दिया। pic.twitter.com/TonwlLzuGB
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) November 28, 2024
આ પણ વાંચો - Amreli : નાયબ મામલતદારની માતા ઘરે એકલા હતા, અજાણ્યા ઇસમો આવ્યા અને કરી કરપીણ હત્યા
કોર્ટે આદેશ આપ્યો છે તો કોને પ્રોબ્લમ છે : ગિરિરાજસિંહ
અજમેર દરગાહ સરવે (Ajmer Dargah Survey) મુદ્દે કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું કે, જો પહેલાથી મસ્જિદો હટાવી હોત તો આ ન થયું હોત. કોર્ટે મસ્જિદ સરવેનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે તો કોને પ્રોબ્લમ છે ? તેમણે વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય ટુકડે-ટુકડે ગેંગ રાજકારણ કરે છે. સંભલ જેવી ઘટના અજમેરમાં કરાવવા માગે છે. ટુકડે ટુકડે ગેંગ અફવા ફેલાવે છે.
આ પણ વાંચો - Ahmedabad Metro Video : શરમજનક ઘટના! મહિલા, યુવતીઓની સામે યુવકે કર્યું હસ્તમૈથુન