કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા ટેરિફ મામલે આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું....!
- કેન્દ્રીય મંત્રી Piyush Goyal ટેરિફ મામલે આપ્યું નિવેદન
- દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટો અંગે મહત્વપૂર્ણ નિવેદન
- ટેરિફ મામલે ભારત-અમેરિકા વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી છે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ મામલે ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે દેશના મુખ્ય હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
કેન્દ્રીય મંત્રી Piyush Goyal ટેરિફ મામલે આપ્યું નિવેદન
નોંધનીય છે કે GST બચત મહોત્સવ નિમિત્તે આયોજિત એક પત્રકાર પરિષદમાં ગોયલે કહ્યું, "જ્યાં સુધી આપણે ભારતના ખેડૂતો, માછીમારો અને MSME (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રના હિતોને સંપૂર્ણપણે સંબોધિત ન કરીએ ત્યાં સુધી કોઈ કરાર થઈ શકશે નહીં." આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પાસે કૃષિ ક્ષેત્રમાં કેટલીક છૂટછાટો માંગી રહ્યું છે. ગોયલે પુનરોચ્ચાર કર્યો કે વાટાઘાટો સકારાત્મક માર્ગે આગળ વધી રહી છે.વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય અધિકારીઓની એક ટીમે આ જ સપ્તાહે વોશિંગ્ટનમાં યુએસ અધિકારીઓ સાથે વેપાર વાટાઘાટો કરી હતી. ફેબ્રુઆરીમાં બંને દેશોના નેતાઓએ BTA પર વાટાઘાટો આગળ વધારવા માટે નિર્દેશ આપ્યો હતો અને તેના પ્રથમ તબક્કાને ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધીમાં આ કરારને લઈને પાંચ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે.
Piyush Goyal: દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અમેરિકા સાથે વાટાઘાટો સકારાત્મક દિશામાં
ઉલ્લેખનીય છે કે ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુએસ ટેરિફને કારણે વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારતની નિકાસ સકારાત્મક વૃદ્ધિ નોંધાવશે. તેમણે માહિતી આપી કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન, દેશની માલ અને સેવાઓની નિકાસ લગભગ પાંચ ટકા વધીને $413.3 બિલિયન થઈ છે. તેમણે કહ્યું, "વિશ્વભરમાં આપણા માલ અને સેવાઓની માંગ છે, અને ભારત આ વિકાસ માર્ગ પર આગળ વધતું રહેશે.
GST સુધારા અંગે વાત કરતા ગોયલે કહ્યું કે તાજેતરના GST દર ઘટાડાથી અર્થતંત્રને વેગ મળશે અને વૈશ્વિક પડકારોની અસરનો સામનો કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે રોકાણકારોએ તરત જ આને એક મોટો ફાયદો ગણાવ્યો છે અને માંગમાં મોટો વધારો થશે. જો કોઈ ઈ-કોમર્સ કંપની GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપે, તો ગ્રાહકો ગ્રાહક બાબતો વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા NDA માટે મોટો ઝટકો, ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ