Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali ની અનોખી ઉજવણી, પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા-મજા

Diwali : પોલીસનું નામ પડતાની સાથે જ સામાન્ય લોકોના નાકના ટેરવા ચઢી જાય છે. પોલીસની એક અલગ જ ઓળખ જનમાનસમાં અંકિત થયેલી છે. વાત કરવી છે, પોલીસના એક બીજા ચહેરાની. સુરત શહેર પોલીસે (Surat City Police) તાજેતરમાં કરેલી દિવાળીની અનોખી...
diwali ની અનોખી ઉજવણી  પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા મજા

Diwali : પોલીસનું નામ પડતાની સાથે જ સામાન્ય લોકોના નાકના ટેરવા ચઢી જાય છે. પોલીસની એક અલગ જ ઓળખ જનમાનસમાં અંકિત થયેલી છે. વાત કરવી છે, પોલીસના એક બીજા ચહેરાની. સુરત શહેર પોલીસે (Surat City Police) તાજેતરમાં કરેલી દિવાળીની અનોખી ઉજવણી (Diwali Celebration) ની ઠેર ઠેર ચર્ચા છે અને પોલીસના આ ચહેરાને લોકો પસંદ કરી રહ્યાં છે. કોઈએ શ્રમજીવી પરિવારના બાળકોને નવા કપડાંની ખરીદી કરાવી તો કોઈએ અનાથ બાળકીઓ સાથે ફટાકડા ફોડી ભેટ-સોગાદો આપી.

Advertisement

કેમ થઈ રહી છે Surat Police ની વાહ-વાહી ?

સુરત શહેર (Surat City) માં ગત નવરાત્રીમાં પોલીસે શ્રમજીવી વિસ્તારોમાં થતાં શેરી ગરબામાં બાળકોને ટિફિન અને સ્કુલ બેગ જેવી ભેટ-સોગાદો આપી હતી. હાલમાં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન (Salabatpura Police Station) અને ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station) ના ઈન્સ્પેક્ટરોએ ગરીબ અને અનાથ બાળકો સાથે Diwali ની ઉમંગભેર ઉજવણી કરી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ વીડિયોએ પોલીસના એક અલગ ચહેરાને ઉજાગર કર્યો છે.

Advertisement

આ પણ  વાંચો -કૉંગ્રેસ-ભાજપની કૃપાથી બાંગ્લાદેશીઓની વસાહત બનેલા ચંડોળામાં Crime Branch નું સુપર કૉમ્બીંગ

Advertisement

આવી રીતે કરી Diwali ની વિશેષ ઉજવણી

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે. ડી. જાડેજા (K D Jadeja PI) સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અનાથ બાળાઓ સાથે દિવાળી ઉજવી હતી. ઢીંકા ચિકા ચાર્લી અનાથ આશ્રમની 35 બાળકીઓને ગત ગુરૂવારની રાતે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. આ બાળકીઓ સાથે પોલીસ અધિકારીઓ-સ્ટાફે ફટાકડા ફોડી તેમજ ભોજન કર્યું હતું. વિદાય વખતે બાળકીઓને નવા કપડા તેમજ સ્કુલ બેગ ભેટમાં અપાઈ હતી. ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. આર. રબારી (B R Rabari PI) સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓએ વેસુ વિસ્તારના બાલાશ્રય અનાથ આશ્રમ 71 બાળકો સાથે ફટાકડા ફોડી તેમજ નાસ્તો કર્યો હતો. આ ઉપરાંત પીઆઈ રબારીએ તેમના વિસ્તારના શ્રમજીવી પરિવારના બાળકોને શો-રૂમમાં લઈ જઈ મનપસંદ કપડાની ખરીદી કરાવી Diwali ના તહેવારો પહેલાં આનંદ મેળવ્યો છે.

આવા કાર્યક્રમ પાછળ પોલીસનો શું છે હેતુ ?

પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલોતે (Anupam Singh Gahlaut) સુરત શહેરમાં કૉમ્યુનિટી પોલીસિંગ (Community Policing) પર ભાર મુક્યો છે. સુરતમાં રહેલી અનેક ઈન્ડસ્ટ્રીઝના કારણે ધંધા-રોજગાર માટે અનેક પરિવારો ત્યાં આવીને વસ્યા છે. શ્રમજીવી પરિવારોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ રહે છે અને તેમાંય ખાસ કરીને શરીર સંબંધી. પોલીસ પ્રજાનો મિત્ર છે અને એટલે જ, તેની નજીક જવા માટે કૉમ્યુનિટી પોલીસિંગ જરૂરી હોવાનું Surat CP માની રહ્યાં છે. એટલે જ છેલ્લાં એકાદ મહિનાથી સુરત પોલીસ કૉમ્યુનિટ પોલીસિંગ પર ફોકસ કરી 'જરૂર પડે પોલીસ તમારી સાથે છે' તેવો વિશ્વાસ અપાવવા લોકોની નજીક પહોંચી રહી છે.

Tags :
Advertisement

.