Vadodara: 'સરદાર ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત, જાણો યુનિટી માર્ચમાં LG મનોજ સિન્હાએ શું કહ્યું?
Vadodara: સરદાર@150 અંતર્ગત 'યુનિટી માર્ચ' ડભોઈ પહોંચી, જ્યાં LG મનોજ સિન્હાએ સરદાર સભામાં કહ્યું કે સરદાર પટેલે 562 રજવાડા એક કર્યા, અને જો તેઓ ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત. DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સરદારના વિચારોને દબાવવાના ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. આ યાત્રા વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે યોજાઈ હતી.
Advertisement
- Vadodara: સરદાર@150 અંતર્ગત યુનિટી માર્ચ ડભોઈ પહોંચી
- ડભોઈના મેનપુરા ખાતે સરદાર સભાનું કરવામાં આવ્યું આયોજન
- જમ્મુ કાશ્મીરના LG મનોજ સિન્હા સભામાં ઉપસ્થિત
- પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પદયાત્રામાં જોડાયા હતા
- સરદાર સભામાં જમ્મુ કાશ્મીરના LG મનોજ સિન્હાનું નિવેદન
- સરદાર સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
Unity March in Vadodara:સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'Unity March' વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે પહોંચી હતી. જ્યાં મેનપુરા ખાતે એક ભવ્ય 'સરદાર સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા અને સભાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના એકતા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે.
"યાત્રા વિકસિત ભારતને ગતિ આપવામાં સફળ થશે"
સરદાર સભામાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરીને કહ્યું હતું કે, "આ યુનિટી માર્ચ માત્ર એક યાત્રા નથી, પરંતુ સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલવાનો સંકલ્પ છે. આ યાત્રા આગામી 22 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ગતિ આપવામાં સફળ સાબિત થશે." LG સિન્હાએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના કાર્યને બિરદાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરીને મજબૂત લોકતંત્રની સ્થાપના કરી. જો સરદાર પટેલ ન હોત, તો આજે કાશ્મીર અને હૈદરાબાદની સ્થિતિ સંપૂર્ણપણે જુદી હોત." તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.

