અસુરક્ષિત Surat? પોલીસ વિભાગમાં 3204 જગ્યાઓ ખાલી હોવાનો RTI માં ખુલાસો
- Surat સુરક્ષિત ક્યારે? પોલીસ વિભાગમાં 3204 જગ્યાઓ ખાલી હોવાનો RTI માં ખુલાસો
- Surat પોલીસમાં મહેકમની ભારે અછત : 65 લાખની વસ્તી વચ્ચે માત્ર 6641 જવાન તૈનાત
- કોંગ્રેસ નેતા દર્શન નાયકની ગૃહમંત્રીને અપીલ : સુરત પોલીસની ખાલી પડેલી 3200થી વધુ જગ્યાઓ ભરો
- સુરતમાં ખાલી પડેલી 3200થી વધુ પોલીસ જગ્યાઓને લઈ દર્શન નાયકે હર્ષભાઈ સંઘવીને પત્ર લખ્યો
- ખાલી જગ્યાઓ અને વધતી ગુનાખોરી : સુરત પોલીસ બેડામાં ભરતી માટે કોંગ્રેસની માંગ
Surat : શહેરની વસ્તી જે રીતે કુદકે ને ભૂસકે વધી રહી છે, તેની સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પોલીસ માટે પડકારજનક બની રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી RTI (માહિતી અધિકાર) માં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરત પોલીસ બેડામાં હજુ પણ 3204 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ મામલે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી લોકહિતમાં તાકીદે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી છે.
Surat : RTI માં થયેલો ખુલાસો
દર્શન નાયકે મેળવેલી માહિતી મુજબ, સુરત પોલીસ વિભાગમાં કુલ મંજૂર થયેલ મહેકમ 9845નું છે, જેની સામે હાલ માત્ર 6641 પોલીસ કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા છે. એટલે કે કુલ મહેકમના આશરે 33 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. સુરતની અંદાજિત 65 લાખની વસ્તી સામે પોલીસનું આ ઓછું મહેકમ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યું છે.
Surat : કયા પદ પર કેટલી જગ્યાઓ ખાલી?
RTI માં મળેલી વિગતો મુજબ મુખ્યત્વે નીચે મુજબના મહત્વના પદો ખાલી છે
મદદનીશ પોલીસ કમિશ્નર (ACP): 15 જગ્યાઓ
મદદનીશ પોલીસ કમિશ્નર (સાયબર ક્રાઈમ એન્ડ વાયરલેસ): 01 જગ્યા
બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટર (PI): 11 જગ્યાઓ
બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI): 298 જગ્યાઓ
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર : 22 જગ્યાઓ
Surat માં વધતી ગુનાખોરીને ડામવા મહેકમ વધારવું જરૂરી
દર્શન નાયકે જણાવ્યું હતું કે, શહેરમાં વધી રહેલી ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાઓને ડામવા માટે પૂરતું પોલીસ બળ હોવું અનિવાર્ય છે. ઉચ્ચ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓની અછતને કારણે પોલીસ પર કામનું ભારણ વધે છે, જેની સીધી અસર સુરક્ષા વ્યવસ્થા પર પડે છે. આથી, સુરતની જનતાના હિતમાં અને સુરક્ષિત સુરત માટે આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવી જોઈએ.
આ પણ વાંચો- Dhanera-Deesa હાઇવે પર ભયાનક અકસ્માત; ટ્રક-રીક્ષા ટક્કરમાં કરાધાણી ગામના યુવકનું મોત


